________________
ગુણસ્થાનકને અનુકુળ યોગી ન હોવાથી લોકનિન્દા, રાગ-દ્વેષાદિનાં પરિણામો, હૃદયમાં ઉદ્વેગ- અરતિ, અને પરિણામે તીવ્રકર્મબંધ આદિ રૂપ અનિષ્ટફળની જ પ્રાપ્તિ થાય છે એમ વૃદ્ધાચાર્ય પુરુષો કહે છે.
સારાંશ કે આ જીવ દંભથી બહાર જાહેરમાં સારો દેખાવા પ્રયત્ન કરે છે પરંતુ અંદરથી તે કેવો છે? એ વાત તે પોતે જ જાણતો હોય છે. અંદરથી સંસારાભિલાષી, વિષયલંપટ, અને કષાયોથી વ્યાપ્ત હોય, છતાં બહારથી ત્યાગી-તપસી અને વૈરાગી પણ દેખાય છે. આવો ખોટો માણસ પણ બહારના દેખાવના કારણે લોકવાયકામાં (જનવાદમાં) સારા તરીકે પ્રસિદ્ધિ પામ્યો હોય છે, એવું પણ જગતમાં બને છે. માટે એકલો જનવાદ (લોકવાયકા) જ ઉપરના ગુણઠાણે જવામાં પુરતુ કારણ નથી, તેમાં છેતરાવાનો ભય છે. પોતાની અસલી જાત પોતે જ જાણે છે. અંધકાર અને એકલતામાં માણસ પોતે મોહાધીન છે કે મોહનો વિજયી છે ? તે જણાય છે તેથી પોતે જ પોતાના યોગોની શુદ્ધિને યથાર્થપણે તપાસવી કે મારી માનસિક – વાચિક અને કાયિક પ્રવૃત્તિઓ (યોગો) પ્રાપ્ત અને સ્વીકાર્ય ગુણસ્થાનકને અનુરૂપ છે કે નહિ ? અને અનુરૂપ હોય તો જ પ્રયત્ન કરવો. ખોટો કુદકો મારવો નહીં. ખોટા કુદકાથી જેમ હાડકાં ભાંગી જાય તેમ અહીં ખોટા કુદકાથી જીવ દુર્લભબોધી થાય, લોકનિન્દા થાય, ધર્મ ધર્મી અને ધર્મનાં સાધનો ઉપર દ્વેષ અરતિ-અપ્રીતિ અને કષાયોની વૃદ્ધિ થાય, જેના કારણે ચીકણાં કર્મબંધો કરી અનંત સંસારમાં રઝળવા રૂપ અનિષ્ટફળની પ્રાપ્તિ થાય.
મતિ = આ કારણથી નિજસ્વભાવાલોચનાદિ ઉપરોક્ત ત્રણ કારણો દ્વારા પ્રાપ્ત અને સ્વીકાર્ય એવા ગુણસ્થાનક માટેની પોતાની ઉચિતતા (યોગ્યતા)ને જાણીને પુરેપુરી ચોકસાઈપૂર્વક તપાસીને પછી જ મન-વચન-કાયાના શુભયોગો રૂપનિમિત્તો પૂર્વક ઉત્તર ગુણસ્થાનકની પ્રાપ્તિમાં પ્રવૃત્તિ કરવી. || ૩૯ I
અવતરણ :- તત્ર યોશિથિયાદ -
આ ત્રણ નિમિત્તો પૈકી ત્રીજું જે નિમિત્ત યોગશુદ્ધિ છે તેને આશ્રયી સ્પષ્ટ સમજાવે છે કે :
गमणाइएहि कायं, णिरवज्जेहिं वयं च भणिएहिं । सुहचिंतणेहि य मणं', सोहेज्जा जोगशुद्धि त्ति ॥ ४० ॥
Wયોગશત૧૩૦II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org