________________
(૨) કનેવાલાવામ: :
લોકવાયકા જાણવી”= લોકો મારા વિશે શું કહે છે ? તે પણ વિચારવું. કેટલીક વખત પોતાની જાતને તપાસવામાં પોતે કરેલા નિર્ણય ખોટો પણ હોય, ઊંચી ગુણવત્તા ન હોય અને ઊંચી ગુણવત્તા માની લીધી હોય, આવી ભૂલ થવાનો સંભવ છે, તે ભૂલ સુધારવા માટે લોકવાયકાનો પણ આશ્રય જાણવો જરૂરી છે કે લોકો મારા વિષે શું બોલે છે ?
આપણું પોતાનું જીવન આગળ – પાછળ વિવિધ દૂષણોથી દૂષિત બન્યું હોય, કલંકિત બન્યું હોય, અનેક પ્રકારનાં વ્યસનોને લીધે નિદિત બન્યું હોય, ચોરે - ચૌટે લોકો આપણા વિષે હલકી જ વાતો કરતા હોય કે આ માણસ આવી આવી કુટેવો વાળો છે. તે શ્રાવકનાં કે સાધુનાં વ્રતો લઈને પણ શું પાળવાનો છે? ઈત્યાદિ, તો આવી હવા સુધારવા માટે વ્રત ગ્રહણ કરતાં પૂર્વે બધી જ કુટેવો હૃદયથી ત્યજી દઈ, જીવન અતિશય ગુણીયલ અને વાસ્તવિક સંસ્કારી બનાવી લોકપ્રતિભા સુધારવા પૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ, અને જો પ્રથમથી જ જનવાદ = લોકવાયકા સારી જ હોય અને આપણે પણ તે વ્રતોને માટે સાચે જ યોગ્ય હોઈએ તો ઉપરના ગુણસ્થાનકને સ્વીકારવા અવશ્ય પ્રયત્ન કરવો.
લોકો મારા વિષે શું કહે છે? ક્યા ગુણસ્થાનકને આશ્રયી યોગ્યતા મારામાં લોકો સંભાવિત કરે છે? જે ગુણસ્થાનક સંબંધી યોગ્યતાની મારામાં લોકો સંભાવના કરતા હોય ત્યાં જ પ્રવૃત્તિ કરવી એ ન્યાયયુક્ત છે. પરંતુ ઈતર ગુણઠાણામાં પ્રવૃત્તિ કરવી એ ન્યાયયુક્ત નથી કારણ કે આ લોકમત પણ અવશ્ય માનનીય છે. સંસારના આટલા બધા લોકો જે અભિપ્રાય આપતા હોય તે પ્રાયઃ જરૂર સત્ય હોઈ શકે. માટે લોકમતને યથાર્થપણે જાણીને તેઓએ જે ગુણસ્થાનકની યોગ્યતા મારામાં સંભાવિત કરી હોય તે તે ગુણસ્થાનકમાં જ મારે પ્રવૃત્તિ કરવી જોઈએ.
(૩) તથા યોગગુદ્ધિઃ -
તથા મન - વચન અને કાયાના યોગોની પણ શુદ્ધિ અવશ્ય તપાસવી. મારા મન-વચન-કાયાના વ્યવસાયો કેવા છે ? ક્યા ગુણસ્થાનકના સાધક છે ? જે ગુણસ્થાનકના સાધક (અનુકુળ) હોય તે જ ગુણસ્થાનક પ્રાપ્ત કરવા હું પ્રયત્ન કરું. કારણ કે તત્ = આ યોગોને પ્રતિકુળ એવું (ઊંચું) ગુણસ્થાનક પ્રાપ્ત કરવું તે પણ સર્વથા ઉચિત નથી, તેમ કરવાથી એ પ્રયત્ન હાંસીપાત્ર થાય છે. તથા
યો.ગ.-૯
ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org