________________
(૧) નિનાદ્વમાવાનોન :
પોતાના સ્વભાવનો વિચાર કરવો, અત્યારે હું જે ગુણસ્થાનક પામ્યો છું તે ગુણસ્થાનકની સાથે શું સંવાદી (અનુરૂપ) સ્વભાવ છે? કે વિસંવાદી (વિરૂ૫) સ્વભાવ મારામાં છે ? પોતે જ પોતાના આત્માની સાથે ચર્ચા-વિચારણા કરવી. આ ગુણસ્થાનક ખરેખર સાચું કહું પામ્યો છું? સાચું પાળું કે કપટથી દેખાદેખીથી? માન-મોભાથી કે ઈતર કોઈ કારણથી ? આ બાબત ગંભીરતા પૂર્વક વિચારવી.
તથા ઉપરના ગુણસ્થાનકમાં જવાની જે તમન્ના છે, તેના માટે પણ શું સંવાદી (અનુરૂપ) સ્વભાવ મારામાં છે કે વિસંવાદી (વિરૂપ) સ્વભાવ મારામાં છે ? આ બાબત સાચા હૃદયથી અતિનિપુણતા પૂર્વક વિચારણા કરવી. કારણ કે પ્રાપ્તગુણસ્થાનક કે સ્વીકાર્યગુણસ્થાનકને અનુરૂપ સ્વભાવ જો મારામાં ન હોય અર્થાત્ તે ગુણસ્થાનકોને અનાનુગુણ્ય = (અનુકુળ નહિ તે એટલે કે) પ્રતિકુળ સ્વભાવો જો મારામાં હોય તો તે તે ગુણસ્થાનકનું અંગીકાર કરવું, તે શ્રેયસ્કર નથી, કારણ કે તે તે ગુણસ્થાનકને અનુરૂપ સ્વભાવ વિના નામમાત્ર વડે ગુણસ્થાનક પ્રાપ્ત કરવાથી વાસ્તવિકતે ગુણોની પ્રાપ્તિ થવા રૂ૫ ફળની સિદ્ધિ થતી નથી. જેમ કે શ્રાવકનાં કે સાધુનાં વ્રતો ગમતાં નહોય, રચતાં ન હોય, બરાબર પળાતાં પણ ન હોય અને વ્રતો ગ્રહણ કરી “વ્રતધારી” નામ માત્ર ધારણ કરવાથી તે તે ગુણસ્થાનકની સ્પર્શના થતી નથી. તે તે ગુણ પ્રાપ્તિ રૂ૫ ફળની સિદ્ધિનો અસંભવ છે. ઉલટું લોકોમાં હાંસી થાય, માનહાનિ થાય, અને મન વિના ગ્રહણ કરેલાં આ વ્રતો ભાર-ભાર લાગે એટલે વિડંબના માત્ર રૂપ જ બને. મનમાં દુઃખ માત્ર જ આપનાર બને, માટે પ્રથમ નિજસ્વભાવનું આલોચન કરવું.
तथा जनवादावगम:-"किंजनोमम वक्ति? किंनुगुणस्थानक मङ्गीकृत्य योग्यतां सम्भावयति ?" तत्रैव प्रवृत्तिया॑य्या, नेतरत्र, अस्य माननीयत्वात् । तथा योगशुद्धिः कायमनोवाग्व्यापारशुद्धिः, "कीदृशाः मम योगाः ? कस्य गुणस्थानकस्य साधकाः?"न ह्येतत्प्रतिकुलमपि सर्वथा गुणस्थानकं प्रतिपत्तुं ચાવ્ય”, “રૂપદાયમેતદ્ નિઈ ને '' રૂારાય: I મત: एभिर्निजस्वभावालोचनादिभिः उचितत्वं ज्ञात्वा निमित्ततः सदा प्रवर्तेत । इति Hથાર્થ છે રૂ? |
I યોગશતક - ૧૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org