________________
તથા વાણી પણ ગંભીર – મધુર - અલ્માક્ષર - તથા આજ્ઞાપક (ગુરુ કહેતા હોય ત્યારે ત્યારે ઇચ્છે – તહત્તિ – ઈત્યાદિ યોગ્ય આલાવા બોલવા પૂર્વકની), ઈત્યાદિ ભિન્ન ભિન્ન અનેક પ્રકારના ભેદો વડે તે તે યોગને ઉચિત એવી વાશુદ્ધિ જાણવી.
- તથા (૧) હું સમુદ્ર તરું છું, (૨) હું નદી તરું છું, (૩) હું સરોવર તરું છું, ઈત્યાદિ સતત (દરરોજ) અથવા ઈતર (ક્વચિત) ભિન્ન ભિન્ન એવાં ઉજ્વલ સ્વપ્નો નિદ્રામાં દેખવા વડે મનની શુદ્ધિ પણ સ્વયં સમજી લેવી.
આ પ્રમાણે તે તે ગુણઠાણાના યોગની ઉચિતતાને અંગીકાર કરીને યોગની શુદ્ધિ ભૂમિકા પ્રમાણે સમજી લેવી. આવી બાહ્ય મન-વચન અને કાયા સંબંધી આ શુદ્ધિ પણ સુંદર યોગશુદ્ધિ જ કહેવાય છે. જે પોતાને અને પરને પ્રાપ્ત અને સ્વીકાર્ય ગુણસ્થાનકમાં સ્થિરતા અને ઉર્ધ્વરોહણ કરાવનારી છે. આ બાહ્યશુદ્ધિ વિષે આચાર્ય મહારાજશ્રી પોતાનો અભિપ્રાય જણાવે છે કે :
एतदपि तन्त्रान्तरीयमतं साध्वेव,नह्यमहापुरुषायोगिनो भवन्ति, योगस्य भावैश्वर्यादेरमहापुरुषाभावतोऽस्य गुरुतरत्वोपपत्तेः, दृश्यन्ते चैवंविधानामेव महापुरुषाणां तदितरमहापुरुषेभ्यो भावसारमनिन्दितप्रतिपत्त्यादीनि । कृतं प्रसङ्गेन ।
અન્યદર્શનકારોનો આ અભિપ્રાય પણ સારો જ છે. કારણ કે જે આત્માઓ પ્રકૃતિએ “અમહાપુરુષ” હોય છે તે યોગી કહેવાતા નથી, અર્થાત્ જે પ્રકૃતિએ મહાત્મા હોય છે તે જ યોગી બની શકે છે. આ યોગ એ આત્માનું ભાવ ઐશ્વર્ય છે. કર્મોનો ક્ષયોપશમ, અને ગુણીયલતાની પ્રાપ્તિ રૂપ ભાવધન છે. એટલે ભાવધન=ભાવ ઐશ્વર્ય સ્વરૂપ એવો આ યોગ આત્મામાં થી જેમ જેમ “અમહાપુરુષતાનો = હલકી હલકી વૃત્તિઓનો અભાવ થાય, તેમ તેમ તે હલકી વૃત્તિઓના અભાવથી જ ગુરુતરતાને પ્રાપ્ત કરે છે. સારાંશ કે અમહાપુરુષતાજીવનમાંથી દૂર થવાથી જ આ યોગની ઉત્કૃષ્ટતા પ્રાપ્ત થાય છે. તથા આવા પ્રકારના ભાવઐશ્વર્ય રૂપ ધનને પામેલા મહાત્માપુરુષોમાં તેમનાથી ઇતર એવા મહાપુરુષો કરતાં અત્યંત ભાવસાર (જેમાં શ્રેષ્ઠ ભાવો ઘણા ભર્યા છે) એવી અનિન્દિત (શિષ્ટજનોને સન્માન્ય) પદાર્થોની પરિણતિ રૂ૫ યથાર્થ તત્ત્વની પ્રતિપત્તિ આદિ સ્વરૂપ યોગશુદ્ધિ પણ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org