SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ-૧ : ગાથા-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પાલનનો અને ક્રિયામાત્રનો કોઈ સાર નથી. આવું સ્પષ્ટપણે સમ્મતિપ્રકરણ નામના ગ્રંથને વિષે કહેલું છે. દ્રવ્યાનુયોગના અભ્યાસ વિના આ શરીરથી આત્મદ્રવ્ય ભિન્ન છે. આવું આત્મદ્રવ્યનું ભેદજ્ઞાન થતું નથી. તેના વિના સંસારનું યથાર્થભાન, સંસારની અસારતાનું ભાન, સાંસારિક સુખો પ્રત્યે વૈરાગ્ય, ભવ પ્રત્યે ઉગ=ભવનિર્વેદ વિગેરે ઉત્તમભાવો હૈયામાં પ્રગટતા નથી. તેના વિના મોહના ક્ષયોપશમ અને ક્ષય સ્વરૂપ સાધ્યની સિદ્ધિ થતી નથી. ઉલટું આ તરફનું લક્ષ્ય ન હોવાથી કરાતી ધર્મક્રિયાઓ વડે પોતાની જાતને મોટી માની, તે ધર્માચરણ વિનાના જીવો પ્રત્યે લઘુતા માની, આત્મપ્રશંસા અને પર પ્રત્યેના નાખુશીના-તિરસ્કારના ભાવો આ જીવમાં આવે છે. સ્વપ્રશંસા અને પરનિંદામાં ગરકાવ થઈ જતાં આ જ સાધના બાધકરૂપ બની જાય છે. પરંતુ બાહ્યદૃષ્ટિવાળા જીવને “આ તત્વ” સમજાતું જ નથી કે જે તત્ત્વ મોહના ક્ષયનું કારણ છે. તેને જ આ જીવ દ્રવ્યાનુયોગના અભ્યાસ વિના મોહના બંધનું કારણ બનાવી દે છે. સાધ્યને ઓળખવાને બદલે સાધનના જ રૂપ-રંગમાં અને લાલન પાલનમાં જ અંજાઈ જાય છે. દાખલા તરીકે ઓઘાની કે ચરવળાની દશીઓ મુલાયમ કેમ હોય ? પડિલેહણ બરાબર કેમ થાય ? તેની બાંધણી બરાબર કેમ થાય ? ઈત્યાદિ સારવારમાં જ ધર્મ માની લે છે. પરંતુ તેના દ્વારા પળાતી જયણાનું લક્ષ્ય આ જીવ ચૂકી જાય છે. દશીઓ મેલી થઈ જશે તેવા ભયથી તે જીવ સાધ્ય તરફનું લક્ષ્ય ચૂકી જાય છે. આ રીતે સર્વત્ર સમજવું. તત્ત્વદૃષ્ટિ આવ્યા વિના બાહ્યદૃષ્ટિ જીવને બહારનો ભભકો જ વધારે ગમે છે. અંતરની શુદ્ધિ એટલી ગમતી નથી. તેથી જ “દ્રવ્યાનુયોગના અભ્યાસ વિના ચરણકરણાનુયોગનો કોઈ સાર નથી” એટલે કે આ અભ્યાસ વિના ચરણકરણાનુયોગનો સાર આ જીવ પામી શકતો નથી. પરંતુ આ વાત બુધજનને જ (તત્ત્વદૃષ્ટિ જીવને જ) ગમે છે. બાહ્યદૃષ્ટિ જીવને ગમતી નથી. તે તો જુનનમનમાંëિ વસિ પ િવદિશદષ્ટિના દ્રિત્તમાં જ વસ૬ થsઉપર કહેલી તે વાત તો બુધજનના (તત્ત્વદૃષ્ટિવાળા જીવના) મનમાં જ વસે છે. પરંતુ બાહ્યદૃષ્ટિ (સાધનમાત્રની દૃષ્ટિ)વાળા જીવના મનમાં આ વાત વસતી નથી. પૂજ્ય સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજશ્રી સમ્મતિપ્રકરણમાં કહે છે કે રવિUTMUTT=ચરણસિત્તરી અને કરણસિત્તરીના આચારપાલનમાં અને ધર્મક્રિયાઓ કરવામાં જે જીવો પ્રધાન છે. સમપિરસમયમુળવવારે પરંતુ સ્વશાસ્ત્ર (જૈનાગમોમાં) અને પરશાસ્ત્રોમાં (ઈતરદર્શનનાં શાસ્ત્રોમાં) શું શું કહ્યું છે. તે જાણવા-ભણવાનો મુકી દીધો છે વ્યવસાય જેઓએ અથવા સ્વભાવદશા અને પરભાવદશા જાણવાનો ત્યજી દીધો છે વ્યવસાય જેઓએ તે જીવો.
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy