________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧ : ગાથા ૨
=રાજરાÇ=ચરણસિત્તરી અને કરણસિત્તરીના આચારપાલનનો અને ધર્મક્રિયાનો
સારૂં નિ∞વશુદ્ધ=નિશ્ચયથી શુદ્ધ એવો સાર (ફળ)
ન નાખş=જાણતા જ નથી એટલે યથાર્થ ફળ પામતા પણ નથી.
૯
દ્રવ્યાનુયોગના અભ્યાસ વિના સંસારપ્રત્યે નિર્વેદગુણ પ્રગટતો નથી અને તેના કારણે મુક્તિ પ્રત્યે યથાર્થ સંવેગભાવ આવતો નથી. (સંસારનાં દુઃખો જોઈને દુઃખોના ભયથી ભાગીને મુક્તિમાં જવાની ઘણીવાર ઈચ્છા થઈ જાય છે. પરંતુ તે સાચો સંવેગગુણ નથી. એટલે કે જ્યાં સુખનો રાગ છે અને દુઃખનો દ્વેષ તથા ભય છે તે સંવેગગુણ નથી.) સંવેગગુણ અને નિર્વેદગુણ આવ્યા વિના દેહાધ્યાસ છુટતો નથી. શરીરની મમતા ઘટતી નથી, એટલે કરાતી સર્વ ધર્મકરણી ઈહલૌકિક પારલૌકિક સુખોની ઝંખનાઓમાં અને દુઃખોથી છુટકારામાં આ જીવ જોડી દે છે. દુઃખોના ભયથી ત્યાંથી છટકવા અને સુખો પ્રાપ્ત કરવા ઘણીવાર ધર્મ કરે છે. પરંતુ સંસારનાં સુખો જ અસાર છે. હેય છે. દુઃખરૂપ છે આવું જાણીને સુખોથી ઉભગીને આ જીવ ધર્મ કરતો નથી. તે માટે આ અભ્યાસ કરવો અત્યન્ત જરૂરી છે.
વર્તમાનકાળમાં મોહદશાને ઘટાડવાના લક્ષ્યની (નિશ્ચય ધર્મની) ઘણી ઘણી ઉપેક્ષા કરાઈ રહી છે. તેના જ કારણે ક્રિયા માત્રના આગ્રહથી ભિન્ન ભિન્ન ક્રિયાના વિવાદને લીધે ઘણા સંપ્રદાયો ઉભા થયા છે અને થાય છે. જેઓને નિશ્ચયધર્મ રૂચતો જ નથી. તેઓ આ કરે છે. તેવી જ રીતે નિશ્ચયના એકાન્તવાદીઓને ક્રિયાધર્મ રૂચતો નથી. તેવા જીવો એકાન્ત નિશ્ચયધર્મ તરફ જ વળીને નવા નવા પક્ષો (મઠો) થાપે છે. એટલે તે પણ એકાન્તનિશ્ચયના રાગી થયા છતા આત્માની જ માત્ર વાત કરતા છતા ક્રિયામાર્ગના ઉત્થાપક થયા છે. અને થાય છે. તથા કેટલાક દ્રવ્યાનુયોગના ઝીણવટભર્યા અભ્યાસની ઉપેક્ષા કરીને ક્રિયામાત્રના રાગી થયા છતા જ્ઞાનમાર્ગના ઉત્થાપક થઈ રહ્યા છીએ. સાચો માર્ગ એ છે કે જ્ઞાનમાર્ગની ઉપાસના કરવા પૂર્વક નિશ્ચિત સાધ્યને સાધવા તેનું પુરેપુરૂ લક્ષ્ય રાખીને તેને અનુસરતો ક્રિયા માર્ગ સ્વીકારવો. ક્રિયામાર્ગ એવો આદરવો કે જેનાથી જ્ઞાનમાર્ગની સાધના થાય. જ્ઞાનમાર્ગ એ ક્રિયામાર્ગની શુદ્ધિ કરનારો છે. અને વિવેકી બનાવનારો છે. તથા ક્રિયામાર્ગ એ જ્ઞાનમાર્ગને લાવનારો અને પ્રાપ્ત થયેલા જ્ઞાનમાર્ગની પુષ્ટિ તથા વૃદ્ધિ કરનારો માર્ગ છે.
આવુ નહી સમજનારા જીવો બાહ્યકરણી ઘણી કરે છે. પરંતુ કરણીમાં જ મસ્ત રહ્યા છતા તેઓ તેની જ આળ-પંપાળમાં રચ્યા પચ્યા રહે છે. મોહના વિકારોને ત્યજીને આત્મશુદ્ધિ તરફ વિકાસ પામતા નથી. આ દ્રવ્યાનુયોગનો અભ્યાસ તો એટલો બધો મહાન છે કે ગાઢ મિથ્યાત્વી જીવની પણ દૃષ્ટિ બદલી નાખીને, રાગીને પણ વૈરાગી