________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧ : ગાથા-૨ કારણ કે દ્રવ્યાનુયોગનો અભ્યાસ છોડીને, તે તે શાસ્ત્રોનું શ્રવણ, ચિંતન, મનન અને નિદિધ્યાસન ત્યજીને, ક્રિયા માત્ર કરવારૂપ ધર્માચરણમાં જ એટલે કે કેવળ એકલા વ્યવહાર માત્રમાં જ જેઓ મગ્ન છે. તેઓ, તે કરાતા ધર્માચરણનું આંશિક કર્મોના ક્ષયરૂપ નિર્જરા અને સર્વકર્મોના ક્ષયરૂપ મુક્તિ ફળ પામતા નથી. કારણ કે મારાથી વ્રતો બરાબર પલાયાં કે નહીં? બાહ્ય પંચાચાર બરાબર પલાયા કે નહીં? ક્રિયાચરણ યથાર્થ થયું કે નહીં? આવા પ્રકારની ચિંતામાં અને વિચારણામાં રહે છે. અને જે કંઈ ધર્મકાર્ય કર્યું, તેની જ સંખ્યા ગણીગણીને મેં આ કર્યું, મેં આ કર્યું, એવાં ગાણાં ગાઈ ગાઈને માન વહન કરે છે. પરંતુ તે ક્રિયાઓના ફળરૂપે વિકારો-વાસનાઓ-કષાયોની હાનિ કેટલી થઈ ? વિભાવદશા કેટલી તુટી ? સ્વભાવદશા કેટલી પ્રગટી? ઇત્યાદિ રૂપ મોહના નાશની પ્રાપ્તિરૂપ ફળની વિચારણા પણ તે જીવો જ્ઞાનોપયોગ દ્વારા કરતા નથી અને તેઓ ફળ પામતા પણ નથી. કારણ કે તે બાજુનુ લક્ષ્ય જ નથી. માત્ર આચારપાલનમાં જ ઓતપ્રોત છે. અને તેના વડે જ પોતાની જાતને મહાન અને કૃતકૃત્ય માને છે. તેઓ અનુષ્ઠાનની ગણનામાં જ રચ્યા પચ્યા વર્તે છે.
જે જે વ્રતનિયમાદિનું પાલન છે. તે તે સાધના છે, આરાધના છે, અને તેના દ્વારા મોહના વિકારોનો ક્ષય કરવો એ સાધ્ય છે. સાધ્યનું લક્ષ્ય રાખીને એટલે કે સાધ્યની સિદ્ધિ થાય તે રીતે કરાતી જે સાધના તે જ સાચી સાધના છે. આરાધના છે અને તે જ મોહનીય કર્મનો ક્ષયોપશમભાવ છે. તથા આ સાધનાથી જે સાધ્યની સિદ્ધિ થાય એટલે કે મોહનીયકર્મનો પરિપૂર્ણ પણે ક્ષય થાય તે ક્ષાવિકભાવ છે. આ અંતિમ સાધ્ય છે. ક્ષાયોપથમિકભાવ અને સાયિકભાવ આ બન્ને શુદ્ધ આત્મદશાનાં સાધક તત્ત્વો છે. અને શુદ્ધ આત્મદશા એ જીવનું પોતાનું સ્વરૂપ છે તે શુદ્ધદશાના સાધનને પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને જીવનું સ્વરૂપ કહેવાય છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે “ગૌપશમિતાક્ષાયિ ભાવી મિશ્રશ નવી તત્ત્વમ્' તેથી જ તે સાધ્યસાધન દાવ વાળી સાધના હોવાથી સાચી સાધના કહેવાય છે. દ્રવ્યાનુયોગના અભ્યાસ વિના સાધ્યની અપેક્ષાવાળી સાધના જીવનમાં આવતી નથી. ધર્માચરણ કરીને પણ વર્તમાનભવમાં આ જીવ માન વહન કરે છે. બીજા લોકોનું સાનુકુળ વર્તન ન થાય તો ક્રોધાદિમાં જાય છે. ભવાન્તરમાં સાંસારિકસુખની વાંછાઓ કરે છે. ઈત્યાદિ રીતે દ્રવ્યાનુયોગના અભ્યાસ વિના મોહને પોષનારી આ સાધના બની જાય છે. જે ઔદયિકભાવની થઈ જાય છે. જ્યાં સાધ્યની અપેક્ષા રાખવાને બદલે સાધનની જ માત્ર અપેક્ષા રાખીને સાધના કરાયા છે. એ સાધના મોહવર્ધક થવાથી બાધક થાય છે. તેથી આત્મજાગૃતિ લાવવા માટે આ દ્રવ્યાનુયોગ ભણવો અત્યન્ત આવશ્યક છે. આ જ વાત ગ્રંથકારશ્રી જણાવે છે કે
"द्रव्य-अनुयोग विचार विना केवल चरणसित्तरी-करणसित्तरीनो सार कोइ नहीं=" હવું સમ્મતિ પંથનડું વિષકું દિગદ્રવ્યાનુયોગના અભ્યાસ વિના કેવળ એકલા આચાર