________________
ઢાળ-૧ : ગાથા-૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ટબો- તિહાં પ્રથમ ગુરુનઈ નમસ્કાર કરીનઈ પ્રયોજન સહિત અભિધેય દેખાડઈ થઈ.
શ્રી જિતવિજય પંડિત અનઈ શ્રી નયવિજય પંડિત. એ બેહુ ગુરુનઈ ચિત્તમાંહિ સંભારીનઈ આતમાર્થી = જ્ઞાનરુચિ જીવના ઉપકારનઈ હેતઈ દ્રવ્યાનુયોગનો વિચાર કરું છું. અનુયોગ કહિઇ - સૂત્રાર્થવ્યાખ્યાન. તેહના ૪ ભેદ શાસ્ત્રદં કહિયા.
૧. ચરણકરણાનુયોગ - આચાર વચન, આચારાંગ પ્રમુખ. ૨. ગણિતાનુયોંગ - સંખ્યા શાસ્ત્ર, ચંદ્રપ્રજ્ઞપ્તિ પ્રમુખ. ૩. ધર્મકથાનુયોગ - આખ્યાયિકાવચન, જ્ઞાતા પ્રમુખ. ૪. દ્રવ્યાનુયોગ - ષડ્રવ્ય વિચાર, સૂત્રમથ્ય-સૂત્રકૃતાંગ.
પ્રકરણમધ્યે-સમ્મતિ-તત્ત્વાર્થ પ્રમુખ મહાશાસ્ત્ર. તે માટે એક પ્રબંધ કી જઈ જઈ, તિહાં પણ દ્રવ્ય ગુણ પર્યાય વિચાર છઈ, તેણે એ દ્રવ્યાનુયોગ જાણવો. ૧-૧.
વિવેચન- વિદાં પ્રથમ ગુન નમર પ્રોજ સહિત મિથે તેવી છે. ત્યાં સૌથી પ્રથમ ગુરુઓને નમસ્કાર કરીને પ્રયોજન સહિત અભિધેય વિગેરે દેખાડે છે– કોઈ પણ ગ્રંથના પ્રારંભમાં પૂર્વર્ષિ મહાપુરુષો મંગળાચરણ, વિષય, (અભિધેય) સંબંધ અને પ્રયોજન એમ આ ચાર ભાવો અર્થાત્ અનુબંધચતુષ્ટય અવશ્ય જણાવે જ છે. ગ્રંથના પઠન, પાઠન, વાંચન અને મનનમાં આત્માથી જીવો જેનાથી દત્તચિત્ત બને તે અનુબંધચતુષ્ટય કહેવાય છે.
(૧) મંગલાચરણ– નિર્વિબે ગ્રંથની સમાપ્તિ થાય, શિષ્ટાચારનું પાલન થાય, અને ઈષ્ટ અર્થની સિદ્ધિ થાય તેટલા માટે ગ્રંથના પ્રારંભમાં મંગળાચરણ કરાય છે. કોઈ કોઈ ગ્રંથો મહાગ્રંથરૂપ હોય છે. ત્યારે તે ગ્રંથના અભ્યાસમાં શિષ્યોની વધુ સ્થિરતા થાય તેટલા માટે મધ્યમાં પણ મંગળ કરાય છે. અને પાછળની શિષ્ય પરંપરામાં સદાકાળ આ ગ્રંથ ભણાતો જ રહે તેમ ગ્રંથના અવ્યવચ્છેદના નિમિત્તે અન્તિમ મંગળ પણ કરાય છે. “ત્ર” શબ્દના અનેક અર્થો શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં ગાથા -૨૨ થી ૨૪માં લખ્યા છે. માં ૧. ગ્રંથકારશ્રીની પોતાની ટિપ્પણી- પહેલઈ બિપદે મંગલાચરણ દેખાડયું. નમસ્કાર કર્યો તે ૧. આત્માર્થી ઈહાં અધિકારી ૨. તેહનઈ અવબોધ થાસ્ય-ઉપકારરૂપ પ્રયોજન ૩. દ્રવ્યનો અનુયોગ તે ઈહાં અધિકાર. ૪ તેનો અર્થ આ પ્રમાણે છે- ગ્રંથકારશ્રીએ પોતે જ આવી ટીપ્પણી લખી છે કે પ્રથમનાં બે પદો વડે મંગલાચરણ જણાવ્યું છે. ગુરુજીને જે નમસ્કાર કર્યો તે મંગળાચરણ, આત્માર્થી જીવો અહીં અધિકારી જાણવા. તે જીવોને જે બોધ થશે તથા તેઓનો જે ઉપકાર થશે તે પ્રયોજન, તથા દ્રવ્યાનુયોગનો વિષય જે અહીં કહેવાશે, તે અધિકાર જાણવો = વિષય જાણવો.