SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધરણેન્દ્ર-પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ અનંતલબ્ધિનિધાનાય શ્રી ગૌતમસ્વામિને નમઃ શ્રી શ્રુતજ્ઞાનાધિષ્ઠાયિકાયૈ સરસ્વતીદેયૈ નમઃ ॐ ह्रीं ऐं नमः ન્યાયવિશારદ-ન્યાયાચાર્ય-મહામહોપાધ્યાય પરમપૂજ્ય શ્રી યશોવિજયજી મ. સા. વિરચિત દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (સ્વોપજ્ઞ ટબા સહિત ઢાળ-પહેલી) શ્રી ગુરુ જિતવિજય મન ધરી, શ્રી નયવિજય સુગુરુ આદરી | આતમ અરથીનઇ ઉપકાર, કરું દ્રવ્ય અનુયોગ વિચાર ||૧-૧ ગાથાર્થ– વડીલ ગુરુમહારાજશ્રી જિતવિજયજી તથા મારા પોતાના ગુરુમહારાજ શ્રીનયવિજયજી મહારાજશ્રીને હૈયામાં ભાવપૂર્વક ધારણ કરીને આત્માર્થી જીવોના ઉપકાર માટે હું આ ગ્રંથમાં દ્રવ્યાનુયોગનો વિચાર કરૂં છું. ॥ ૧-૧ ॥ સ્વોપજ્ઞ ટબાનું મંગળાચરણ ऐन्द्रश्रेणिनतं नत्वा, जिनं तत्त्वार्थदेशिनम् । પ્રવચ્ચે તો વાચાડત્ર, ભેશાર્થ: શ્ચિતુષ્યતે। શ્॥ શ્લોકાર્થ– ઈન્દ્રોની હારમાળા વડે નમસ્કાર કરાયેલા, તત્ત્વભૂત પદાર્થોની દેશના આપનારા એવા વીતરાગ પરમાત્માને નમસ્કાર કરીને આ ટબામાં ગુજરાતી એવી લોકભોગ્ય ભાષા દ્વારા આ ગ્રન્થના કંઈક આંશિક અર્થને હું સમજાવીશ.
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy