________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧ : ગાથા-૧
વિદ્ ત્રયતિતિ મંત્નિમ્ (૧) મને ભવથી ગાળે (પાર ઉતારે) તે મંગલ. (૨) જેનાથી આત્માનું હિત સધાય તે મંગલ. (૩) જેનાથી ધર્મની પ્રાપ્તિ થાય તે મંગલ. (૪) જે આત્માને સંસારથી મુક્ત કરાવે તે મંગલ. (૫) જેનાથી વિનોનો નાશ થાય તે મંગલ. (૬) જેમ ગળણીથી ઘી વિગેરે પદાર્થો ગળાઈને ચોખ્ખા થાય તેમ જેનાથી આ આત્મા ગળાઈને ચોખ્ખો થાય (કર્મમલ રહિત થાય) તે મંગલ. એમ મંગલ શબ્દના ઘણા અર્થો છે.
(૨) વિષય- આ ગ્રંથમાં શું કહેવાનું છે તે વિષય કહેવાય છે. તથા તેને અભિધેય પણ કહેવાય છે. આ ગ્રંથમાં શું કહેવાશે ? તે વિષય જો ગ્રંથના પ્રારંભમાં સૂચવ્યો હોય તો જ તેના અર્થી જીવો તે ગ્રંથને ધ્યાનપૂર્વક ભણે-ગણે અને મનન કરે એટલા માટે વિદ્વાન પુરુષોના ગ્રંથ પ્રવેશ અર્થે વિષય બતાવવામાં (કહેવામાં) આવે છે.
. (૩) સંબંધ– “આ ગ્રંથમાં જે કંઈ કહેવાશે તે કયા ગ્રંથોના આધારે કહેવાશે ? અથવા કઈ ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલો વિષય કહેવાશે ? તે પણ જણાવવું જરૂરી છે. કારણકે આ ગ્રંથોમાં લખનારા બધા જ વક્તાઓ છદ્મસ્થ હોય છે. અને જૈન શાસનમાં છઘસ્થ આત્માઓને સ્વકલ્પના પ્રમાણે કહેવાનો અધિકાર નથી. કારણકે નિરાવરણ ન હોવાથી અસત્ય બોલાઈ જવાનો સંભવ છે. તે માટે પૂર્વપુરુષોના ગ્રંથોનો આધાર બતાવવો જરૂરી બને છે.”
(૪) પ્રયોજન– આ ગ્રંથ શા માટે બનાવ્યો? તે પણ જણાવવું જરૂરી છે. કારણકે મહાપુરુષો નિરર્થક કોઈ પણ કાર્ય કરતા નથી. તેથી ગ્રંથ રચનાનું પ્રયોજન બતાવવું આવશ્યક છે. આ પ્રમાણે આ ચારે અનુબંધ ચતુષ્ટય કહેવાય છે. તે અનુબંધ ચતુષ્ટય દરેક ગ્રંથોના પ્રારંભમાં હોય જ છે. અને જો આ ચાર બાબતો હોય તો જ તે ચારે બાબત વાંચીને તેના અર્થ વિદ્વાનપુરુષો ગ્રંથપ્રવેશ કરે છે. અહીં આ દ્રવ્ય ગુણ પર્યાયના રાસમાં પણ આ ચાર બાબત છે જ. તે આ પ્રમાણે છે
श्री जितविजय पंडित अनइं श्री नयविजय पंडित, ए बेहु गुरुनइं चित्तमांहिं સંમારીનડું, પોતાના વડીલગુરુ પંડિત શ્રી જિતવિજયજી મહારાજ સાહેબ, તથા પોતાના ગુરુ, પંડિત એવા શ્રીનવિજયજી મહારાજ સાહેબ, આ બન્ને ગુરુભાઈ એવા ધર્મગુરુઓને મનમાં બહુમાનયુક્ત, ભાવપૂર્વક સંભાળીને = સ્મૃતિપથમાં લાવીને હું આ ગ્રંથ બનાવું છું. પ્રથમનાં આ બે પદોમાં મંગળાચરણ તથા સંબંધ છે. આ ગ્રંથ બનાવનાર પૂજ્ય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજશ્રી છે. તેમના ગુરુજી શ્રી નયવિજયજી છે. તેમના વડીલ ગુરુભાઈ શ્રી જિતવિજયજી મહારાજ છે. એટલે યશોવિજયજી મહારાજશ્રીના આ બન્ને વડીલ ગુરુઓ છે. તેઓનો તેમના ઉપર અસીમ ઉપકાર છે. તેઓએ જ યશોવિજયજી મહારાજશ્રીને