________________
૫૪
આશીર્વાદ વચનો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આછી-પાતળી ઝલક દરેક જિજ્ઞાસુ જીવને મળી રહે તે હેતુથી આપણા જ્ઞાની પુરુષોએ અનેક અનેક શાસ્ત્રોની રચના કરી છે. એમાં દ્વાદશાંગી પ્રવચન તો મુખ્ય છે જ. પરંતુ તે ઉપરાંત પણ સન્મતિતર્ક તથા નયચક્ર જેવા આકર ગ્રંથો પશ્ચાદ્વર્તી શ્રતધર પુરુષોએ રચ્યા છે, જેનું અધ્યયન કરનારને દ્રવ્ય, ગુણ, પર્યાયના સ્વરૂપનો તથા તેને જોવા-જાણવા માટેની નય-પ્રમાણાધિરૂપ દૃષ્ટિનો પરિચય મળી રહે તેમ છે.
મહાપુરુષોના રચેલા એ ગ્રંથોના આધારે ચાલનારા તથા તેનો આધાર લઈને અનેક શાસ્ત્રગ્રંથોની રચના કરનારા અનેક જ્ઞાની પુરુષો આપણે ત્યાં થયા છે. જેમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિનું નામ અગ્રક્રમે લઈ શકાય તેમ છે. તેઓએ સંસ્કૃત-પ્રાકૃતમાં તો અસંખ્ય શાસ્ત્રો રચ્યા જ છે. પરંતુ સાથે જ, બાળભોગ્ય દેશીગુજરાતી કે મારુગુર્જર-કહી શકીએ તેવી ભાષામાં, તે પણ ગેય સ્વરૂપમાં, પણ કેટલાક વિશિષ્ટ ગ્રંથોની રચના કરી છે. પ્રસ્તુત દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' તે પણ તેમાંની જ એક મહત્ત્વપૂર્ણ કૃતિ છે.
આ કૃતિનું પરિશીલત-અધ્યયન કરવાથી આપણને સમજાય છે કે પ્રભુએ સાડાબાર વર્ષ સુધી જે ધ્યાન-ચિંતન કર્યું હશે તેનો વિષય, તેની પ્રક્રિયા તથા તેનું સ્વરૂપ કેવાં હશે. તેમની સમક્ષ પણ કણાદ, ગૌતમ, જૈમિનિ, કપિલ વગેરે કેટકેટલા મતમતાંતરો હશે, ને તે બધાએ નક્કી કરી નાખેલા દ્રવ્યાદિનું સ્વરૂપ અને તેની સામે પ્રભુને પોતાને પોતાની ધ્યાનધારામાં પ્રત્યક્ષ થતું દ્રવ્યાદિનું સ્વરૂપ તે બેમાં કેટલો બધો પાયાનો તફાવત હશે. તે બધાનો આપણને આછેરો અણસાર મળી રહે છે.
વધુમાં, પરમાત્માના સમયમાં જે અજૈન ચિંતકો ને ગ્રંથકારો ન હોતા, જે પાછળથી થયા, તેમના ચિંતનની તથા દિગંબરોના “મૌલિક' કહી શકાય તેવા ચિંતનની વાતો કરવાની, તેમજ તે વાતોની અયોગ્યતા પુરવાર કરવાની, તક આ ગ્રંથના ગ્રંથકારશ્રીએ જે રીતે આ રાસ-ગ્રંથમાં ઝડપી લીધી છે તે પણ આપણને, યુગે યુગે ઉદ્ભવતા-બદલાતા રહેતા મત-મતાંતરો સાથે સામે, કેવી રીતે કામ પાડવું, તેની ચાવી બતાવી આપનારું છે.
સાચો જિજ્ઞાસુ તો આ રાસ-ગ્રંથના માધ્યમથી દ્રવ્યાદિના સ્વરૂપનો પરિચય પામીને તીવ્રપણે લાલાયિત થાય કે જો આ નાનકડા ગ્રંથમાં પણ આટલું ગહન રહસ્ય ખૂલતું હોય ને તેથી તત્ત્વદર્શનનો મહાન આનંદ અનુભવાતો હોય તો, ખરેખર જ્યારે શુક્લધ્યાનની ધારામાં વર્તન દ્રવ્યાદિના પરમ ગૂઢ રહસ્યોનો પ્રત્યક્ષ