________________
પરમાત્માની ધ્યાનસાધનાનાંS
અમી છાંટણાં-સમો ગ્રંથ
દેવાધિદેવ શ્રી મહાવીરપ્રભુએ ચારિત્રધર્મ અંગીકાર કર્યા પછી આશરે સાડા બાર વર્ષો પર્યન્ત મૌનપણે આત્મસાધના કરી તેવું આપણે શાસ્ત્રકારોના મુખે સાંભળીએ છીએ. ભગવાને કરેલા ઘોર-કઠિન તપનું વર્ણન પણ આપણને આગમગ્રંથો દ્વારા જાણવા મળે છે. તો એ વર્ષોના સાધનાકાળ દરમ્યાન ભગવાને આત્માના શુદ્ધ ગુણોને ઉજાગર કરવાની કેવી આત્મસાધના કરી, તેનું બયાન પણ કલ્પસૂત્રના સૂત્રોમાં વિશદરૂપે મળે છે. એમાં ભગવાને અનુત્તર જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અનુત્તર આલય, અનુત્તર સત્ય-સંયમ, અનુત્તર આજીવ-માદેવ, તપ, ક્ષમા વગેરે ગુણોને કેવા ઉજાગર કર્યા તેની વાતો પ્રેરણાદાયક ઢંગથી કરવામાં આવી છે.
વળી, આ વર્ષો દરમ્યાન પરમાત્માએ ધર્મધ્યાનની ધારામાં આગળ વધતા વધતા શુક્લધ્યાનના બે ચરણની સાધના કરી હતી, તેનું પણ શાસ્ત્રોમાં પ્રતિપાદન થયેલું છે. આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનના સ્વરૂપનું ચિંતન-મનન-નિદિધ્યાસન કરતાં કરતાં તેનો સાક્ષાત્કાર કહી શકીએ તે હદે બોધ મેળવીને પછી જ્યારે શુક્લધ્યાનની ધારામાં પ્રભુ પ્રવેશ્યા હોય, ત્યારે દ્રવ્ય-ગુણ અને પર્યાયના સૂક્ષ્મ ચિંતન-અવલોકનની પ્રક્રિયા આપોઆપ આરંભાઈ જ હોય. ઘણીવાર ઘણા સવાલ પૂછે છે કે પરમાત્માએ આ બાર વર્ષમાં કાયોત્સર્ગ કર્યા, તેમાં શું ચિંતવ્યું હશે? તેનો જવાબ આ છે : પરમાત્માએ શુકલધ્યાનના રૂપમાં જગતમાં વર્તતાં પદ્રવ્યોના તેમજ તેના ગુણ-પર્યાયોના સ્વરૂપનું સૂક્ષ્માતિસૂક્ષ્મ નિરીક્ષણ, ચિંતન તેમજ અનુભૂતિ કર્યા છે.
જગતના જે ભાવો જેવા સ્વરૂપે હતા, તેવા જ સ્વરૂપે પ્રભુએ જોયાજાણ્યા, અને પછી તેનું યથાતથ પ્રતિપાદન જગત સમક્ષ કર્યું, માટે જ પ્રભુને આપ્તપુરુષ, સર્વજ્ઞ કે યથાર્થવક્તા તરીકે આપણા શાસ્ત્રકારોએ નવાજ્યા છે તથા ઓળખાવ્યા છે.
પરમાત્માના તે યથાર્થ દર્શનની તેમજ તેમણે કરેલા યથાતથ પ્રતિપાદનની