________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૮ : ગાથા૨૦- ૨૧
૩ ૫૧ પ્રશ્ન- તત્ત્વભૂત અર્થ કોને કહેવાય? અને લોકપ્રસિદ્ધ અર્થ કોને કહેવાય ?
ઉત્તર- તત્ત્વભૂત અર્થ એટલે કે તાત્વિક અર્થ, યુક્તિઓથી સિદ્ધ થતો અર્થ, પારમાર્થિક અર્થ. જેમ કે ભમરો “પાંચ વર્ણવાલો છે” ભમરાનું શરીર અનંતપરમાણુઓના સ્કંધવાળું બનેલું છે. પરમાણુઓ ભિન્ન ભિન્ન રૂપવાળા હોય છે. આ કારણે અનંત પરમાણુઓ હોવાથી પાંચે રૂપ સંભવી શકે છે. આમ યુક્તિથી પણ આ અર્થ સંગત છે. તેથી આ તત્ત્વભૂત અર્થ કહેવાય છે.
લોકાભિમત એટલે લોકમાં પ્રસિદ્ધ અર્થાત્ વ્યવહારમાં પ્રસિદ્ધ. જેમ કે “ભમરો કાળો છે” અહીં નિશ્ચયથી પાંચ વર્ષો હોવા છતાં પણ કાળાવર્ણની અધિક્તા હોવાથી લોકવ્યવહારમાં ભમરાની કાળાવર્ણ તરીકે પ્રસિદ્ધિ છે. તેને પણ માન્ય રાખવી તે વ્યવહારનય છે.
यद्यपि प्रमाणे तत्त्वार्थग्राही छइ, तथापि प्रमाण सकलतत्त्वार्थग्राही, निश्चयनय एकदेशतत्त्वार्थग्राही, ए भेद जाणवा, निश्चयनयनी विषयता अनई व्यवहारनयनी विषयता ज अनुभवसिद्ध भिन्न छइ. अंशज्ञान न निष्ठ, जिम सविकल्पकज्ञाननिष्ठ प्रकारतादिक अन्यवादी भिन्न मानइ छइ, इम हृदयमांही विचारवें ॥८-२१ ॥
પ્રશ્ન– “તત્વભૂત અર્થને ગ્રહણ કરે તે નિશ્ચયનય” આમ તમે (શ્વેતાંબરો) નિશ્ચયનયની વ્યાખ્યા જણાવો છો. પરંતુ “સમારોપ વિનાનું (બ્રમાદિ દોષ વિનાનું) જે જ્ઞાન હોય તે પ્રમાણ કહેવાય, અર્થાત્ સંદિગ્ધ વિપરીત અને અનધ્યવસાન આ ત્રણ દોષોને સમારોપ કહેવાય છે. તેવા દોષો વિનાનું યથાર્થ સ્વપરવ્યવસાયી જે જ્ઞાન છે. તે પ્રમાણ કહેવાય છે. આ પ્રમાણજ્ઞાન પણ યથાર્થજ્ઞાન હોવાથી તત્ત્વાર્થગ્રાહી જ હોય છે. તો નિશ્ચયનયની વ્યાખ્યા અને પ્રમાણની વ્યાખ્યા એક થઈ જશે અને શાસ્ત્રોમાં તો નયો એ પ્રમાણના અંશરૂપ આવે છે. તેથી બન્નેનો અર્થ સરખો ન થવો જોઈએ.
ઉત્તર– તમારી વાત સાચી છે. નિશ્ચયનય પણ તત્ત્વભૂત અર્થને સમજાવનારો છે. અને પ્રમાણજ્ઞાન પણ તત્ત્વભૂત અર્થને જ સમજાવનારુ છે. તો પણ તે બન્નેમાં આટલો તફાવત છે કે જે પ્રમાણ જ્ઞાન છે તે (અંશી હોવાથી) સકલતત્ત્વાર્થગ્રાહી (તત્ત્વભૂત એવા સકલ-પરિપૂર્ણ અર્થને સમજાવનારો) છે. અને નિશ્ચયનય એ નય હોવાથી (અંશરૂપ હોવાથી) એકદેશતત્ત્વાર્થગ્રાહી (એક અંશભૂત એવા તાત્ત્વિક અર્થને સમજાવનારો) છે. સારાંશ કે પ્રમાણ એ પૂર્ણ એવા તાત્વિકઅર્થને ગ્રહણ કરનાર અને નિશ્ચનય એ એકદેશ એવા તાત્વિકઅર્થ ગ્રહણ કરનાર છે. આમ આ બન્નેનો (પ્રમાણનો