________________
ઢાળ-૮ : ગાથા-૨૦-૨૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જ થાય. એટલે કે બીજા નયને ગૌણતાએ પોતાનામાં સમાવી લે તો જ તે નય યથાર્થ સત્ય કહેવાય છે. આ રીતે વિચારતાં જ્યારે નિશ્ચયનયની પ્રધાનતા કરાય છે ત્યારે જેમ વ્યવહારનય (ની વાત) ઉપચરિત બને છે. તેવી જ રીતે જ્યારે વ્યવહારનયની પ્રધાનતા કરાય છે. ત્યારે નિશ્ચયનય (ની વાત) પણ ઉપચરિત બને જ છે. માટે વ્યવહારમાં ઉપચાર છે અને નિશ્ચયમાં ઉપચાર નથી આમ કહેવું, અને તેથી વ્યવહારનયમાં ઉપનયો થાય અને નિશ્ચયનયમાં ઉપનયો ન હોય, આમ કથન કરવું તે સૂત્રવિરૂદ્ધ માર્ગ છે. ઉસૂત્ર છે. અર્થાત્ સર્વથા મિથ્યા છે. જો એકમાં ઉપનય થાય તો બીજામાં પણ ઉપનયો થવાની આપત્તિ આવે જ. / ૧૨૮ /
ते माटई निश्चय-व्यवहार- लक्षण भाष्यइ-विशेषावश्यकई कहिउं छई, तिम निरधारो. "तत्त्वार्थग्राही नयो निश्चयः, लोकाभिमतार्थग्राही व्यवहारः" तत्त्व अर्थ ते युक्तिसिद्ध अर्थ जाणवो. लोकाभिमत ते व्यवहार प्रसिद्ध.
“નિશ્ચયનય જ સાચો છે. કારણ કે તેમાં ઉપચાર (કલ્પના) નથી. અને વ્યવહારનય મિથ્યા છે. કારણ કે તેમાં ઉપચાર (કલ્પનામાત્ર) છે. આવી દિગંબરોએ કરેલી નિશ્ચયવ્યવહારની વ્યાખ્યા સર્વથા ખોટી છે.” તે માટે તેને દૂર કરીને નિશ્ચયવ્યવહારનું સાચું લક્ષણ શ્રી ભાષ્યમાં એટલે કે શ્રી જિનભદ્રગણિજીના બનાવેલા વિશેષાવશ્યક ભાષ્યમાં જે કહ્યું છે તેને જ (સાચું છે એમ કરીને) અવધારો. દેવસેનાચાર્યની કરેલી નિશ્ચયવ્યવહારની વ્યાખ્યા કલ્પનામાત્ર રૂપ છે યથાર્થ નથી. તેથી તેને છોડીને શ્રી જિનભદ્રગણિજીએ વિશેષાવશ્યક ભાષ્યમાં કરેલી વ્યાખ્યાને નિર્ણય પૂર્વક સ્વીકારો.
પ્રશ્ન- શ્રી જિનભદ્રગણિજીએ વિશેષાવશ્યકભાષ્યમાં નિશ્ચયવ્યવહારની વ્યાખ્યા શું કરી છે ?
ઉત્તર– તત્ત્વભૂત અર્થને જે નય ગ્રહણ કરે, તે નિશ્ચયનય અને લોકપ્રસિદ્ધ અર્થને જે નય ગ્રહણ કરે, તે વ્યવહારનય. આ વ્યાખ્યામાં એવું આવતું નથી કે વ્યવહારમાં ઉપચાર છે અને નિશ્ચયમાં ઉપચાર નથી. તથા વ્યવહાર મિથ્યા છે અને નિશ્ચય જ સાચો છે. માટે આવા પ્રકારના દિગંબરાચાર્યના અર્થો અયથાર્થ છે. સામાન્યથી કોઈપણનય સુનય ત્યારે જ કહેવાય છે કે જો ઈતરનયની વાત પોતાનામાં સમાવી લેતો હોય તો જ. અન્યથા અન્યનયનો અપલાપક થવાથી વિવક્ષિત એવો તે નય પણ દુર્નય જ બને છે. તે માટે શ્રી. જિનભદ્રગણિજીના કરેલા અર્થો યુક્તિસિદ્ધ અને આગમસિદ્ધ છે.