________________
૩૫૨
ઢાળ-૮ : ગાથા-૨૦-૨૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અને નિશ્ચયનયનો) ભેદ જાણવો. બને તત્ત્વભૂત અર્થગ્રાહી જ છે. પરંતુ એક (પ્રમાણ) સંપૂર્ણ તત્ત્વાર્થગ્રાહી છે. અને બીજો (નિશ્ચયનય) એકદેશ રૂપ તત્ત્વાર્થગ્રાહી છે.
પ્રશ્ન– પ્રમાણ અને નિશ્ચયનયનો ભેદ તો સમજ્યા, પરંતુ નિશ્ચયનય અને વ્યવહારનયની ભિન્નવિષયતા શું ? અને કેવી રીતે ?
ઉત્તર- નિશ્ચયનય તત્ત્વભૂત અર્થને ગ્રહણ કરે છે. ઘણી વ્યક્તિઓનો અભેદ કરે છે. જેમ કે સર્વે આત્માઓ બ્રહ્મની (સિદ્ધપરમાત્માની) સમાનરૂપવાળા હોવાથી એકરૂપ છે. વસ્તુની આન્તરિક પરિસ્થિતિને પકડનાર છે. દ્રવ્યની મૂલભૂત નિર્મળપરિણતિને જણાવનાર છે. જ્યારે વ્યવહારનય લોકપ્રસિદ્ધ અર્થને ગ્રહણ કરે છે. ઘણી વસ્તુઓનો ભેદ કરે છે. વસ્તુની બાહ્ય પરિસ્થિતિને પકડનાર છે. ઉત્કટપર્યાયને પ્રધાન કરનાર છે. કાર્ય કારણનો અભેદ કરનાર છે તથા ઉપચાર બહુલ અને વિસ્તૃતાર્થ એવો વ્યવહારનય છે. આમ નિશ્ચયનયની વિષયતા અને વ્યવહારનયની વિષયતા ભિન્ન ભિન્ન છે. આ વાત અનુભવસિદ્ધ છે. સમજાવવી પડે તેમ નથી. છતાં આ બે નયોના સ્વરૂપનો ભેદ આ જ ઢાળની હવે આવનારી ગાથા ૨૨-૨૩માં આવે જ છે. પરંતુ પ્રમાણ અને નિશ્ચયનય આ બન્ને તત્ત્વભૂત અર્થગ્રાહી હોવા છતાં પ્રમાણ સકલતત્ત્વાર્થગ્રાહી છે અને નિશ્ચયનય એકદેશભૂત તત્વાર્થગ્રાહી છે. આવો ભેદ પ્રમાણ અને નિશ્ચયનયમાં જાણવો કારણકે નિશ્ચયનય એ નય હોવાથી અંશગ્રાહી હોય છે. અને “અંશ જ્ઞાન નિઝ” જે અંશભૂત જ્ઞાન હોય છે. તે પૂર્ણતાવાળું (અન્યાર્થવાળું) હોતુ નથી. નિઝ = એટલે અત્ત્વ છેડો, પરિપૂર્ણ એવો અર્થ જાણવો. જે અંશજ્ઞાન છે. તે પૂર્ણજ્ઞાન નથી.
જેમ અન્યદર્શનકારો (નૈયાયિક વૈશેષિક આદિ) સવિકલ્પજ્ઞાનમાં રહેલી “પ્રકારતાદિક” જ્ઞાનને ભિન્ન ભિન્ન માને છે. એટલે કે પ્રત્યક્ષજ્ઞાનના બે ભેદ, ૧ નિર્વિકલ્પક, ૨ સવિકલ્પક, જે નિર્વિકલ્પક છે તેમાં વિકલ્પો ન હોવાથી “વિિિરતમ્” આવું એક પ્રકારનું જ જ્ઞાન થાય છે તેમાં ભેદો પડતા નથી. પરંતુ બીજુ જે સવિકલ્પકજ્ઞાન છે તે પ્રકારતાને (વિશેષણતાને) જણાવનારું પણ હોય છે. વિશેષ્યતાને જણાવનારું પણ હોય છે. અને સંસર્ગતાને જણાવનારું પણ હોય છે. આ રીતે સવિકલ્પકજ્ઞાન કોઈ પણ એક એક અંશને જણાવતું છતું પરિપૂર્ણ ત્રણે અંશને જણાવનારૂં ન હોવાથી કોઈ પણ એકવિષયનું આ જ્ઞાન પૂર્ણજ્ઞાન નથી. તેમ અહીં (નિશ્ચયનયમાં) સમજવું. આ પ્રમાણે હૃદયમાં નિશ્ચયનય તત્ત્વાર્થગ્રાહી હોવા છતાં પણ અંશગ્રાહી છે. અંશરૂપ છે. પરંતુ પૂર્ણજ્ઞાનરૂપ નથી માટે નય કહેવાય છે. પ્રમાણ કહેવાતું નથી.