SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ ઢાળ-૮ : ગાથા-૧૮-૧૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અવગ્રહાદિક, તેહનાં ઉપપ્રમાણ પણિ કાં નથી કહતા ? તાત્ નય ઉપનય એ પ્રક્રિયા બોટિકની શિષ્ય બુદ્ધિધંધન માત્ર જાણવી. II ૮-૧૯ છે. વિવેચન- મુલ ૭ નયી તીર્થંકર ભગવન્તોએ જણાવ્યા છે. તેને છોડીને દ્રવ્યાર્થિકપર્યાયાર્થિકનય કે જે સાતમાં અંતર્ગત છે. તેને ઉદ્ધરીને આ બન્નેને અલગ કહીને ૯ નયો જે દિગંબરાચાર્યે કહ્યા. તેનું વિસ્તૃત નિરસન કર્યું. હવે તે ૯ નયોમાં દ્રવ્યાર્થિકનયના ૧૦ અને પર્યાયાર્થિકના ૬ ભેદો જે કહ્યા છે. તે ઉત્તરભેદોનું નિરસન કરતાં ગ્રંથકારશ્રી વિશેષ કારણ જણાવે છે કે ___ इहां-नयचक्र ग्रंथमांहिं, दिगंबरई द्रव्यार्थिकादि १० भेदादिक कहियां, ते पणि उपलक्षण करी जाणो. नही तो प्रदेशार्थ नय कुण ठामि आवई ? ते विचारजो. उक्तं च सूत्रे- "दव्वट्ठयाए पएसट्ठयाए दव्वटुपएसट्टयाए" इत्यादि. ઈહાં-એટલે અહીં, અહીં એટલે કે “નયચક્ર” નામના ગ્રંથમાં તે દિગંબરોએ (એટલે કે દિગંબરાચાર્ય શ્રી દેવસેનજીએ) દ્રવ્યાર્થિકનયના જે ૧૦ ભેદો કહ્યા છે. તથા મતિ શબ્દથી પર્યાયાર્થિકનયના ૬ ભેદો કહ્યા છે ઈત્યાદિ જે જે એક એક ઉદાહરણને સામે રાખીને નિયત સંખ્યામાં ભેદો કહ્યા છે. તે પણ અધુરા છે. એટલે બીજા અનેક ભેદોના ઉપલક્ષણ રૂપ છે. ઉપલક્ષણનો અર્થ એ છે કે આ ૧૦ ભેદો તો દિગ્દર્શન માત્ર રૂપ છે. બીજા આવા અનેકભેદો અધ્યાહારથી સમજી લેવા. તેનો અર્થ એ થયો કે ૧૦-૬ વિગેરે ભેદો પાડવા છતાં તે તે નયોનું પૂર્ણ સ્વરૂપ તેમાં કહેલું થતું નથી. અધુરુ જ રહ્યું છે. નહી તો = જો ઉપલક્ષણથી = અધ્યાહારથી બીજા ભેદો લેવાના ન જ હોય અને આ ૧૦-૬ ઈત્યાદિ ભેદોમાં જ આ નયોનું પૂર્ણ સ્વરૂપ આવી જતું હોય તો “પ્રદેશાર્થકનય” જે છે. તે નય કહો કે આ ૧૦ ભેદોમાંથી કયા ભેદમાં આવે ? જેમ દ્રવ્યની પ્રધાનતાએ વાત કરાય તે દ્રવ્યાર્થિકનય કહેવાય છે. તેમ તેના પ્રદેશોની અપેક્ષાએ વાત કરાય તે પ્રદેશાર્થક નય કહેવાય છે. દ્રવ્યાર્થિકના ઉત્તરભેદરૂપ નૈગમનય પ્રસ્થક, વસતિ અને પ્રદેશના ઉદાહરણથી સમજાવાય છે.' તે આ નયનો સમાવેશ ક્યાં કરશો? તે આ ૧૦ ભેદોમાંથી એકે ભેદમાં સમાતો નથી એટલે ઉપલક્ષણથી જ લેવો પડે. જેથી આ ૧૦ ભેદનું કથન અપૂર્ણ જ છે એમ સિદ્ધ થાય છે. પંડિત પુરુષો અમારી ૧. પ્રદેશાર્થકનયનો અર્થ ઢાળ ૮ ની ગાથા ૧૪-૧પમાં સમજાવેલ છે.
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy