________________
૩૩૪ ઢાળ-૮ : ગાથા–૧૬-૧૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ થઈ શક્યું નથી. તેથી પરિપૂર્ણ અર્થ મેળવી શકાયો નથી. છતાં પૂર્વાપરની સંકલના જોતાં અમારા ક્ષયોપશમાનુસાર પાઠની સંગતિ થાય તેવો અર્થ કરેલ છે. કંઈ ક્ષતિ જણાય તો ગીતાર્થજ્ઞાની મહાત્માઓ પાસેથી સવિશેષ અર્થ જાણવો.
ते माटिं-किहांइक भिन्नविषयपणाथी नैगमनय भिन्न कहिओ, ए तो २ नयद्रव्यार्थिक पर्यायार्थिक, नैगमादिनयथी अभिन्नविषय छइ, तो ते अलगा करिनई नवभेद નયના વિશ્વમ દિલું ? | ૮-૨૫ I
તે માટે હવે ઉપરોક્ત લંબાણ પૂર્વકની ચર્ચાથી સમજાશે કે સામાન્ય-વિશેષગ્રાહી એવો નૈગમન ભલે સંગ્રહ-વ્યવહારમાં ભળી જતો હોય, તો પણ ક્યાંઈક એટલે
જ્યારે દીર્ઘકાળવર્તી ઉપચારગ્રાહી (આરોપના વિષયવાળો) નૈગમનય હોય છે. ત્યારે સંગ્રહ અને વ્યવહારમાં ન સમાતો હોવાના કારણે સંગ્રહ-વ્યવહારનય કરતાં ભિન્નવિષયપણું હોવાથી આ નૈગમનય જરૂર ભિન્ન નય કહેવા યોગ્ય છે. પરંતુ આ તો બને નયો ૧ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક, નૈગમાદિ સાત નયોથી ક્યાંય પણ ભિન્ન વિષયવાળા નથી અર્થાત્ અભિન્નવિષયવાળા જ છે. તો પછી તે બે નયોને અલગા કરીને નયોના નવ ભેદ કેમ કહો છો ? તમારું (દિગંબરોનું) આ કથન નિર્દોષ નથી. || ૧૨૩ | ઈમ કરતાં એ પામીઈ રે, સર્વવિભક્ત વિભાગ | જીવાદિક પરિ કો નહીં રે, ઈહાં પ્રયોજન લાગ રે !
પ્રાણી પરખો આગમભાવ / ૮-૧૬ | ભિન્ન પ્રયોજન વિન કહિયા રે, સાત મૂલનય સૂત્ર | તિણિ અધિક્ કિમ ભાષિઈ રે, રાખિઈ નિજધર સૂત્ર રે //
પ્રાણી પરખો આગમભાવ / ૮-૧૭ | ગાથાર્થ– આમ કરવાથી તો આ “સર્વવિભક્ત વિભાગ” (વહેંચાઈ ગયેલાનો વિભાગ) કરવા બરાબર થાય. જીવાદિકને અલગ કરવામાં જેવું ભિન્ન પ્રયોજન છે. તેવું ભિન્નપ્રયોજન અહીં લગાર પણ (અલ્પ પણ) નથી. . ૮-૧૬ |
મૂળ સૂત્રોમાં સાત નય જ કહ્યા છે તેથી ભિન્નપ્રયોજન વિના અધિક નયો કેમ કહેવાય ? પોતાના ઘરનું સૂત્ર પોતાના ઘરે જ રાખવું જોઈએ. ? | ૮-૧૭ !