________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૪-૧૫
૩૩૩ જે પ્રદેશ છે. તે વસ્તુ તે તે દ્રવ્યોનો જ પ્રદેશ મનાય છે. માટે છ પ્રદેશના સ્થાને તમારે પાંચ પ્રદેશ જ માનવા જોઈએ.
જેમ મારા નોકરે ઘોડો ખરીદ્યો તે મારો જ કહેવાશે, કારણ કે તે નોકર મારો છે. તો તેની વસ્તુઓ પણ મારી જ કહેવાય. તેમ પ્રદેશ પણ જે દ્રવ્યનો છે. તે તેનો જ મનાતો હોવાથી પાંચ પ્રદેશની માન્યતા જ સંગત છે. આ સંગ્રહનયની વાત છે. તેની સામે જવાબ આપતો વ્યવહાર નય આમ કહે છે કે પાંચ માણસોનું બનેલું એક દ્રવ્ય-સામાન્ય જો હોય, તો તો તે પ્રમાણે પાંચે દ્રવ્યોનો એક પ્રદેશ સામાન્ય હોય તો પાંચ પ્રદેશ માનવામાં વાંધો નથી. પણ તેવું નથી. માટે કહેવું જોઈએ કે પ્રદેશ પાંચ પ્રકારે છે. દ્રવ્યો જ્યારે પાંચ પ્રકારે છે તો પ્રદેશો પણ પાંચ પ્રકારે માનવા જોઈએ. આ રીતની નયવાદની ચર્ચા છે. આ પ્રદેશનું ઉદાહરણ જાણવું.
(૪) સમયસર વરસતા વરસાદને “સોનુ વરસે છે” આમ જે કહેવાય છે તે ઉપચારગ્રાહી નૈગમનાય છે.
(૫) “આ રસ્તો ક્યાં જાય છે ? આ રસ્તો અમદાવાદ જાય છે” આવી પ્રશ્નોત્તરીમાં રસ્તો તો ક્યાંય જતો નથી. પરંતુ રસ્તે જનારો માણસ ત્યાં (અમદાવાદ) જાય છે. છતાં રસ્તામાં તેનો ઉપચાર કરાય છે. આ ઉપચારગ્રાહી નૈગમનાય છે.
આવા પ્રકારનાં અનેક દૃષ્ટાન્તોમાં તથા પ્રસ્થક વસતિ અને પ્રદેશના ઉદાહરણોમાં આ નૈગમનય, સંગ્રહનયથી અને વ્યવહારનયથી ભિન્નવિષયવાળો થાય જ છે. તેથી નૈગમનયનું ભિનકથન દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયોના ભિન્નકથનમાં પર્યાપ્ત નથી. સમર્થ કારણ નથી માટે આવો ખોટો બચાવ કરવો નહીં. કહ્યું છે કે
छण्हं तह पंचण्हं, पंचविहो तह य होइ भयणिज्जो । तम्मि य सो य पएसो, सो चेव ण चेव सत्तण्हं ॥ इत्यादि ॥
છË તદ પંડ્યË = છ પ્રકારના નો છે તથા પાંચ પ્રકારના નયી છે. આવી વિવક્ષા શાસ્ત્રોમાં જોવા મળે છે. નૈગમનયનો સંગ્રહ-વ્યવહારમાં સમાવેશ કરતાં છ પ્રકાર, અને શબ્દાદિ ત્રણની સાથે વિવક્ષા કરતાં પાંચ પ્રકાર શાસ્ત્રમાં આવે છે. તે માટે પંવિદો તદ ર રોફ માગો =ભજનાએ પાંચ પ્રકારે પણ નય છે. પરંતુ સો ય પ = તે જે પ્રદેશના દૃષ્ટાન્તવાળો નિગમનાય છે. તો ચેવ તન ની વેવ = તે નય તે છ પ્રકારમાં સમાતો નથી. આવી જતો નથી. સંગ્રહ અને વ્યવહારમાં સમાતો નથી. તેથી સત્ત = નયો સાત પ્રકારના પણ છે. આ ગાથા કયા શાસ્ત્રની છે. તે ઉપલબ્ધ