________________
૩૨૬
*/
ના
છ.
ઢાળ-૮ : ગાથા૧૪-૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કરવું. સારાંશ કે તાર્કિકોના મતે પ્રતિક્ષણનો પર્યાય કે કંઈક દીર્ઘવર્તમાનકાળનો પર્યાય જ ઋજુસૂત્રનયના મતે લેવાનો છે. પરંતુ તે પર્યાયકાળે ઉપયોગદશા ન હોવાથી અનુપો દ્રવ્ય = આ ન્યાયને અનુસાર તે પર્યાયને જ અનુપયોગ દશાપણે “દ્રવ્ય” રૂપ સમજવાનો. જેથી અહીં દ્રવ્યનો અર્થ પદાર્થ અથવા છ દ્રવ્યોમાનું એક દ્રવ્ય એવો અર્થ ન કરતાં, પર્યાય જ લેવો, અને તે જ પર્યાય ઉપયોગશૂન્ય હોવાથી દ્રવ્યાત્મક છે. આમ ધર્મ સંબંધી જે જે આવશ્યકક્રિયા કરીએ પરંતુ તે ક્રિયા ઉપયોગની શૂન્યતાએ કરીએ, તો તે વર્તમાનકાળમાં આવશ્યકક્રિયાનો પરિણત પર્યાય “દ્રવ્યાવશ્યક” કહેવાય છે. આવા પ્રકારનો આશય સૂત્રમાં કહેલો છે. એમ સમજીને ઉપરનું સૂત્ર તાર્કિક આચાર્યોના મતે સંગત કરવું જોઈએ, આમ અમારા પોતાના વડે વિચારાયેલો (સૂત્રસંગત કરવા માટે કલ્પાયેલો આ) એક માર્ગ છે.
આ રીતે કોઈ આચાર્યોના મતે ૩માં અને કોઈ આચાર્યોના મતે ૪માં દ્રવ્યાર્થિકનય સમાય છે. તથા એ જ રીતે પયાયાર્થિકનય ૪માં અને ૩માં સમાઈ જાય છે. તો તેને જુદા કરીને ૯ નયો કરવાની દિગંબરાચાર્યની આ રીતભાવ ઉચિત નથી. ! ૧૨૧ || ઈમ અંતર્ભાવિતતણો રે, કિમ અલગો ઉપદેશ | પાંચ થકી જિમ સાતમાં રે, વિષયભેદ નહીં લેશ રે !
પ્રાણી પરખો આગમભાવ /-૧૪ / સંગ્રહ નઈ વ્યવહારથી રે, નૈગમ કિહાંઈક ભિન્ન | તિણ તે અલગો તેહથી રે, એ તો દોઈ અભિન રે !
પ્રાણી પરખો આગમભાવ // ૮-૧૫ . ગાથાર્થ– આ પ્રમાણે અંતર્ભાવિત થયેલા નયોનો અલગો ઉપદેશ કેમ કરાય ? પાંચ નયોથી સાત નવો કરવામાં જેવો વિષયભેદ છે. તેવો વિષયભેદ અહીં નવ નિયો કરવામાં લેશમાત્ર પણ નથી. તે ૮-૧૪ છે.
સંગ્રહનય અને વ્યવહાર નયથી નૈગમનય ક્યાંક ક્યાંઇક ભિન્ન ભિન્નવિષયવાળો) બને છે તેથી તે નૈગમનયને બે નયોથી અલગો કહેલો છે. પરંતુ આ બન્ને (દ્રવ્યાર્થપર્યાયાર્થ) નયો તો તે સાતથી અભિન્ન જ કહેલા છે. ૮-૧૫ /