________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૨-૧૩
૩૨૫ વર્તમાનકાળગ્રાહી એવા પણ ઋજુસૂત્ર નયને, ૧ પ્રતિસમયના ક્ષણિકદ્રવ્યવાદી = પ્રતિક્ષણે પ્રતિક્ષણે પલટાતા એવા ક્ષણિક પર્યાયવાળા દ્રવ્યાંશને કહેનારો સૂક્ષ્મઋજુસૂત્ર નય છે. અને તત્તવર્તમાનપર્યાયાપનદ્રવ્યવાદી = તે તે (દીર્ઘ) વર્તમાનકાળના પર્યાયને પામેલા એવા દ્રવ્યાંશને કહેનારો સ્થૂલ ઋજુસૂત્ર નય છે. આમ કહેવું. જેથી દ્રવ્યાંશને માનનાર ઋજુસૂત્ર નય થવાથી “દ્રવ્યાવશ્યકમાં લીન” માનવામાં કોઈ વિરોધ આવતો નથી. આ પ્રમાણે સિદ્ધાન્તવાદી આચાર્યો કહે છે. વર્તમાનસમયવર્તી દ્રવ્યમાં દ્રવ્યાંશ અને પર્યાયાંશ બને છે. ત્યાં આ નય દ્રવ્યાંશને પ્રધાનતાએ ગ્રહણ કરનાર છે. ઋજુસૂત્રનય ભલે ક્ષણિકવર્તમાનકાલ અથવા કંઈક દીર્ઘકાળ રૂપ વર્તમાનકાલ માને. પરંતુ તેવા બન્ને પ્રકારના વર્તમાનકાળમાં રહેલા દ્રવ્યાંશની પ્રધાનતા આ નય સ્વીકારે છે. તેથી આવશ્યક ઉપરના ચાર નિપામાં દ્રવ્યનિપાને પણ સ્વીકારે છે. આમ સિદ્ધાન્તવાદી આચાર્યો કહે છે.
પ્રશ્નસિદ્ધાન્તવાદી આચાર્યોના મતે તો ઉપરોક્ત અર્થ પ્રમાણે દ્રવ્યાંશગ્રાહી વર્તમાનકાળને માનનાર ઋજુસૂત્રનય હોવાથી અનુયોગ દ્વાર સૂત્રનો પાઠ સંગત થયો. પરંતુ તર્કવાદી આચાર્યોના મતે આ પાઠનો જે વિરોધ આવ્યો. તેની સંગતિ કરવાનો કોઈ ઉપાય છે ? તેઓ આ પાઠને કેમ સંગત કરે ?
ઉત્તર– ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આ બાબતમાં માર્ગ જણાવતાં પોતાના વિચારો જણાવે છે કે
"अनुपयोगद्रव्यांशमेव सूत्रपरिभाषितमादायोक्तसूत्रं तार्किकमतेनोपपादनीयम्, ત્યમાનિતઃ સ્થાઃ'
જૈન શાસ્ત્રોમાં “દ્રવ્યાંશ” શબ્દના અનેક અર્થો કહ્યા છે. અહીં ટબામાં તથા વિવેચનમાં દ્રવ્યાંશ શબ્દના ઉપર જે ત્રણ અર્થો પૂર્વે જણાવ્યા. ૧ વર્તમાનકાળના પર્યાયને ધારણ કરનાર એવો દ્રવ્યાંશ ૨ ઉર્ધ્વતાસામાન્યરૂપ એવો દ્રવ્યાંશ અને તિર્યસામાન્યરૂપ એવો દ્રવ્યાંશ આ ત્રણમાંના કોઈ પણ અર્થવાળો દ્રવ્યાંશ અહીં તાર્કિકોના મતે ઘટતો નથી. કારણ કે તેઓના મતે ઋજુસૂત્રનય દ્રવ્યગ્રાહી નથી. તેથી તાર્કિકોના મતે અનુયોગદ્વાર સૂત્રનો પાઠ સંગત કરવા માટે “દવ્યાંશ” શબ્દનો ચોથો અર્થ (નવો જ અર્થ) કરવો.
“ઉપયોગ વિનાની જે ક્રિયા” તેને પણ દ્રવ્ય કહેવાય છે. આ અર્થવાળો દ્રવ્યાંશ શબ્દ અનુયોગ દ્વારના સૂત્રપાઠમાં છે. આમ લઈને ઉપરોક્તસૂત્ર તાર્કિકોના મતે સંગત