________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૭ : ગાથા-૧૨-૧૯
૨૯૯
વિવેચન– ૧ સદ્ભૂત વ્યવહાર ઉપનય, ૨ અસદ્ભૂત વ્યવહાર ઉપનય, આ બે ઉપનય કહીને હવે ત્રીજો ૩ ઉપરિત અસદ્ભૂત વ્યવહાર ઉપનય જણાવે છે. जेह - एक उपचारथी बीजो उपचार करिओ, ते उपचरितासद्भूत व्यवहार હિછું. ॥ ૭-૬૬ ॥
ते स्वजाति उपचरितासद्भूत व्यवहार जाणो, जे "हुं पुत्रादिक" इम कहिइं. इहां- "माहरा" ए कहवुं, पुत्रादिकनइं विषय ते पुत्रादिक उपचरिया छइ तेहस्युं आत्मानो भेदाभेद संबंध उपचरिइं छई. पुत्रादिक ते आत्मपर्यायरूपइं स्वजाति छई. पणि कल्पित छई. नही तो स्वशरीरजन्य मत्कुणादिकनई पुत्र कां न कहिई ?
|| ૭-૧૭ ||
જ્યાં એક ઉપચાર કર્યા પછી તેના ઉપરથી બીજો ઉપચાર કરવામાં આવે તેને આ ઉપરિતાસદ્ભુત વ્યવ. ઉપ. કહેવાય છે. તેના પણ ૩ ભેદ છે. તે આ પ્રમાણે છે.
(૧) સ્વજાતિ ઉપચરિતાસદ્ભૂત વ્યવહાર ઉપનય.
(૨) વિજાતિ ઉપચરિતાસદ્ભૂત વ્યવહાર ઉપનય.
(૩) સ્વજાતિ-વિજાતિ (ઉભય) અસદ્ભૂત વ્યવહાર ઉપનય.
(૧) “આ પુત્રાદિક છે. (આ પુત્ર-મિત્ર-સ્ત્રી આદિ છે)” આમ જે કહેવાય છે. તે હું જ છું અર્થાત્ “હું જ પુત્રાદિક છું” આમ બોલવું અથવા “આ પુત્રાદિક મારા છે” આમ બોલવું. તે આ નયનો વિષય છે. “હું” એ આત્માનો વાચક શબ્દ છે એટલે સ્વદ્રવ્ય છે. અને પુત્રાદિક પરજીવદ્રવ્યનો પર્યાય હોવાથી પરપર્યાય છે. આ બન્નેના સંબંધની અહીં કલ્પના કરેલી છે. આત્માનો સંબંધ શરીર સાથે અને શારીરિક ધાતુ સાથે છે. એટલે શરીરને કે વીર્યાદિને પોતાનું માનવું તે પ્રથમ ઉપચાર થયો, તથા શારીરિક વીર્યના સંબંધથી ઉત્પન્ન થયેલા પુત્રાદિકમાં મારાપણાનો ઉપચાર કરવો તે બીજો ઉપચાર થયો. આ રીતે પુત્રાદિકને વિષે “હું અને મારા પણાનો” શારીરિકધાતુ દ્વારા સંબંધ છે, માટે ઉપચાર થતો હોવાથી “મારા છે” આમ કહેવાય છે. તે પુત્રાદિક દ્રવ્ય ભિન્નદ્રવ્ય છે. અને સ્વકીય આત્મા પણ ભિન્નદ્રવ્ય છે. છતાં શારીરિકવીર્યનો સંબંધ હોવાથી ઉપચાર કરીને કથંચિત્ અભેદ પણ છે. આ રીતે તેણું તે પુત્રાદિકની સાથે આત્માનો કર્થચિહ્મેદ અને કથંચિત્ અભેદ સંબંધ ઉપચારે સિદ્ધ થયો. આ પ્રમાણે આત્માનો સંબંધ શરીર સાથે, અને શરીરનો (શારીરિકવીર્યનો) સંબંધ પુત્ર સાથે હોવાથી બે ઉપચાર થયા. એટલે કે એક ઉપચારથી બીજો ઉપચાર થયો.
=