________________
૩Oo
ઢાળ-૭ : ગાથા-૧૯૧૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તથા આત્મા પણ ચેતન છે અને પુત્રાદિક પણ ચેતન છે. માટે આત્મા અને પુત્રાદિક આમ બન્ને આત્મપર્યાય રૂપ (ચેતનાત્મક પર્યાય સ્વરૂપ) હોવાથી સ્વજાતીય થયા. પરંતુ બન્નેનો આત્મા એક નથી. શારીરિક સંબંધ હોવાથી ઉપચાર કરાય છે. એટલે આ પુત્રાદિક મારા છે આમ જે બોલાય છે તે ઉપચારથી બોલાય છે. અને તે પણ શારીરિકવીર્યનો સંબંધ હોવાથી આવી કલ્પના કરાયેલી છે. અન્યથા- જો એમ ન સમજીએ અને પુત્રાદિક શરીરથી ઉત્પન્ન થયા છે = શરીરજન્ય છે એટલે “મારા છે” આમ કહીએ તો અર્થાત્ એમ જ માનીએ તો મસ્કુણ (શરીરમાં ઉત્પન થતા કીડાચરમ-જુ) આદિ જીવાતમાં પણ “આ મારા પુત્રાદિ છે” એમ પુત્રપણાની પ્રતીતિ કેમ ન થાય? થવી જોઈએ. પરંતુ તે જીવોમાં પુત્રપણાની પ્રતીતિ થતી નથી. તે માટે શરીરજન્યત્વ એ ઉપચારનું કારણ નથી. પરંતુ શારીરિકવીર્ય સંબંધ એ પુત્રાદિકપણાના ઉપચારનું કારણ છે. આ રીતે સ્વજાતીય ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય જાણવો. | ૧૦૫-૧૦૬ |
विजात्युपचरितासद्भूतव्यवहार ते कहिइं. जे "माहरां वस्त्रादिक" इम कहिइं. इहां-वस्त्रादिक पुद्गलपर्याय नामादि भेद कल्पित छइं. नहीं तो वल्कलादिक शरीराच्छादक वस्त्र कां न कहिइं ? तेह विजातिमा स्वसंबंध उपचरिइं छइं. "माहरा गढ देश प्रमुख छइ" इम कहतां-स्वजाति-विजात्युपचरितासद्भूत व्यवहार कहिइं. जे माटिं गढ-देशादिक जीव-अजीव उभय समुदायरूप छईं ॥ ७-१८ ॥
इम- उपनय कहिया. हिवइ- आगिली ढालमांहिं अध्यात्मनय कहीनइं एहमांहिं गुण दोष परीक्षानो यश पामो ॥ ७-१९ ॥
આ વસ્ત્રાદિ માહરાં છે” આમ જે કહેવું. તે વિજાતીય ઉપચરિતાસભૂતવ્યવહાર ઉપનય જાણવો. અહીં વસ્ત્રાદિ જે જે પૌગલિક પદાર્થો છે. તે સર્વે પુદ્ગલાસ્તિકાય દ્રવ્યના પર્યાયો છે. એટલે આત્મદ્રવ્યથી વિજાતીયદ્રવ્યના પર્યાયો છે. તથા વસ્ત્રાદિ (આદિ શબ્દથી ઘર-અલંકાર વિગેરે) સર્વે પુગલના પર્યાયો હોવા છતાં આ વસ્ત્ર છે. આ ઘર છે. આ અલંકાર છે. આમ નામાદિના ભેદોની તેમાં કલ્પના (ઉપચાર માત્ર) કરવામાં આવી છે. તેનુઓના બનેલા પદાર્થવિશેષને “વસ્ત્ર” એવું નામ, માટી વિશેષના બનેલા પદાર્થને “ઘર” એવું નામ અને સુવર્ણના બનેલા પદાર્થ વિશેષને “અલંકાર” એવું નામ આપીને ભેદ કરાયો છે. આત્મા ભોક્તા છે. અને વસ્ત્રાદિ ભોગ્ય છે. એટલે ભોક્તા-ભોગ્યત્વના સંબંધથી વસ્ત્ર-ઘર-અલંકારાદિમાં “હું અને મારા પણાનો” ઉપચાર કરવામાં આવ્યો છે. જ્યાં જ્યાં ભોક્તા-ભોગ્યત્વનો સંબંધ હોય છે ત્યાં જ ઉપચાર કરાય છે. જો એમ ન હોત તો વૃક્ષો ઉપરની વલ્કલાદિ (છાલ વિગેરે) પણ શરીર