________________
૨૯૮
ઢાળ-૭ : ગાથા૧૬-૧૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઉપનય ભાષ્યા એમ, અધ્યાત્મ નય !
કહી પરીક્ષા જસ લો એ. / ૭-૧૯ / ગાથાર્થ જ્યાં એક ઉપચાર ઉપરથી બીજો ઉપચાર કરવામાં આવે, ત્યાં આ ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય નામનો ત્રીજો ઉપનય કહેવાય છે. || ૭-૧૬ //
હું તેનો પુત્રાદિક છું” તથા “આ મારા પુત્રાદિક છે” આવું જે બોલવું તે સ્વજાતીય ઉપચરિત અસત વ્ય.ઉ.જાણવો. | ૭-૧૭ |
આ વસ્ત્રાદિક મારાં છે” આમ કહેવું તે વિજાતીય ઉપચરિત અસ.વ્ય.ઉ. જાણવો. તથા “આ ગઢ-નગર-દેશ માહરા છે” આમ કહેવું તે ઉભયથી ઉપચરિત અસ.વ્યવ. ઉપ. જાણવો. | ૭-૧૮
આ પ્રમાણે ત્રણ પ્રકારના ઉપનયો કહ્યા. હવે અધ્યાત્મ નો કહેવાશે તે જાણીને તે નયોની પરીક્ષા કરીને નિપુણ-ચતુર બનીને જગતમાં યશને મેળવનારા થાઓ|| ૭-૧૯ |
ટબો- જેઠ એક ઉપચારથી બીજો ઉપચાર કરિઓ. તે ઉપચરિત અસદ્ભુત વ્યવહાર કહિઈ. | ૭-૧૬ |
તે સ્વજાતિ ઉપચરિતાસભૂત વ્યવહાર જાણો. જે “હું પુત્રાદિક” ઈમ કહિઈ. ઈહાં- “માહરા” એ કહવું, પુત્રાદિક નઈ વિષયઈ તે પુત્રાદિક ઉપચરિયા છઈ. તેહર્યું આત્માનો ભેદભેદ સંબંધ ઉપચરિઈ છઇં. પુત્રાદિક તે આત્મપર્યાયરૂપઈ સ્વજાતિ છઈ. પણિ કલ્પિત છઈ. નહી તો સ્વશરીરજન્ય મત્કૃણાદિકનઈ પુત્ર કાં ન કહિઈ J ૭-૧૭ |
- વિજાત્યુપચરિતાસભૂત વ્યવહાર તે કહિઈ. જે “માહરાં વસ્ત્રાદિક” ઈમ કહિઈ. ઈહાં વસ્ત્રાદિક પુદ્ગલ પર્યાય નામાદિ ભેદ કલ્પિત છઈ. નહીં તો વલ્કલાદિક શરીરાચ્છાદક વસ્ત્ર કાં ન કહિઈ ?
તેહ વિજાતિમાં સ્વસંબંધ ઉપચરિઇ છઇ. “માહરા ગઢ દેશ પ્રમુખ છઈ” ઈમ કહતાં- સ્વજાતિ વિજાત્યુપચરિતાસભૂત વ્યવહાર કહિઈ. જે માટિં ગઢ દેશાદિક જીવ અજીવ ઉભય સમુદાયરૂપ થઈ II ૭-૧૮ II
ઈમ ઉપનય કહિયા. હિવઈ આગિલી ઢાલમાંહિં અધ્યાત્મ નય કહીનઇ એહમાંહિં ગુણ દોષ પરીક્ષાનો યશ પામો. . ૭-૧૯ II