________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૭ : ગાથા-૧૬-૧૮
૨૯૭
તે તેનો પોતાનો ગુણ છે. અને તે જ જ્ઞાનથી અજીવ તથા અજીવનું સ્વરૂપ જે જણાય છે. તે જ્ઞાનની વિજાતિ છે. કારણકે જ્ઞાન એ અજીવનો ગુણ નથી. આ પ્રમાણે જ્ઞાન એ વિષય છે. અને જીવાજીવનું સ્વરૂપ તે વિષય છે. આ રીતે જ્ઞાનની સાથે આ બે દ્રવ્યોનો વિષયવિષયિભાવ નામનો સંબંધ થવાથી ઉપચારસંબંધ થયો. તે કારણે જ જ્ઞાન ઉભય વિષયવાળું કહેવાય છે. આ રીતે આ સ્વજાતિ-વિજાતિ-અસદ્ભૂત વ્યવહાર ઉપનય થયો.
" स्वजातीयांशे किं नायं सद्भूतः ?" इति चेत्, न, "विजातीयांश इव विषयतासम्बन्धस्योपचरितस्यैवानुभवाद्" इति गृहाण.
પ્રશ્ન- અસદ્ભુતવ્યવહાર ઉપનયના ત્રણ ભેદોમાંથી ત્રીજા ભેદને આશ્રયી કોઇક પ્રશ્ન કરે છે કે જ્યારે મતિજ્ઞાન સ્વજાતીય અંશમાં વર્તતુ હોય એટલે કે જીવદ્રવ્યને અને તેના સ્વરૂપને જાણે છે. ત્યારે તો તે પોતાના ઘરમાં જ વર્તે છે. કારણ કે મતિજ્ઞાન એ જીવનો જ ગુણ છે. અને તે મતિજ્ઞાનથી જીવદ્રવ્ય કે તેનુ સ્વરૂપ જણાય તો તે “સદ્ભૂત” કેમ ન કહેવાય ? અહીં ઉપચાર તો થતો જ નથી.
ઉત્તર– મતિજ્ઞાન એ જીવનો ગુણ હોવાથી જીવમાં જ છે. અને તે પોતાનું ઘર છે. પરંતુ વિજાતીય એવા ઘટ-પાદિ પુદ્ગલદ્રવ્યને જેમ વિષયપણે જાણે છે. તેમ જીવદ્રવ્યને પણ વિષયપણે જાણે છે. એમ જ્યારે વિવક્ષા કરાય છે. ત્યારે વિષયતા રૂપ સંબંધનો ઉપચાર જેવો વિજાતીય અંશમાં છે. તેવો જ સજાતીય અંશમાં પણ ઉપચાર અનુભવાય જ છે. આમ વિષયપણાના સંબંધનો ઉપચાર જણાતો હોવાથી અસદ્ભૂત કહેવાય છે. આમ તું જાણ. સારાંશ કે મતિજ્ઞાન દ્વારા ઘટ-પટાદિ અજીવ પદાર્થો જેમ વિષય રૂપે જણાય છે. તેમ જીવ પણ વિષયરૂપે જણાય છે. તેથી વિષય સ્વરૂપે જ્ઞેયને ભિન્ન માનીને ઉપચાર કરવામાં આવ્યો છે. || ૧૦૪
ઉપચિરતાસદ્ભૂત, કરઇ ઉપચારો ।
જેહ એક ઉપચારથી રે. ॥ ૭-૧૬ ॥
તેહ સ્વજાતિ જાણો રે, હું પુત્રાદિક ।
પુત્રાદિક છઈ માહરા એ. ॥ ૭-૧૭ ॥
વિજાતિથી તે જાણો રે, વસ્ત્રાદિક મુઝ ।
ગઢ-દેશાદિક ઉભયથી એ. ॥ ૭-૧૮ ॥