________________
૨૯૬
ઢાળ-૭ : ગાથા-૧૨-૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
નથી. છતાં કાળાન્તરે અન્ય પરમાણુઓ સાથે ભળ્યો છતો બહુપ્રદેશી સ્કંધ થાવાને યોગ્ય છે. તેથી “અસદ્ભૂત” કહ્યો છે. બહુ પ્રદેશી થવાની યોગ્યતા છે તે માટે ઉપચાર કરાય છે એટલે “ઉપનય” કહ્યો છે. આ રીતે વિવક્ષિત કોઈ પણ એક દ્રવ્યના પર્યાયમાં તે જ દ્રવ્યના ભાવિમાં થનારા પર્યાયની યોગ્યતા દેખીને ઉપચાર કરાય તે આ નયનો વિષય છે. || ૧૦૨ ||
तेह असद्भूत विजाति जाणो, जिम- "मूर्तं मतिज्ञानम्" कहिइं, मूर्त जे विषयालोक मनस्कारादिक तेहथी उपनुं ते माटिं, इहां मतिज्ञान आत्मगुण, तेहनई मूर्तत्वपुद्गलगुण उपचरिओ, ते विजात्यसद्भूतव्यवहार कहि ॥ ७-१४ ॥
સ્વજાતીય અસદ્ભૂત વ્ય.ઉ. સમજાવીને હવે વિજાતીય અસદ્ભૂત વ્ય.ઉ. સમજાવે છે કે— જેમ “મતિજ્ઞાનને મૂર્ત છે” આમ કહેવું તે વિજાતીય અસદ્ભૂત વ્ય.ઉ. છે એમ તમે જાણો. કારણ કે આ મતિજ્ઞાન ઘટ-પટ આદિ વિષયોના આલંબને, આલોક (પ્રકાશ)ના આલંબને, અને મનસ્કાર (મન)ના આલંબને ઉત્પન્ન થયું છે. તે માટે. અહીં જે મતિજ્ઞાન ઉત્પન્ન થયું છે તે આત્માનો ગુણ છે. તેથી અમૂર્ત છે. અમૂર્ત એવા તે મતિજ્ઞાનને વિષે મૂર્તત્વનો ઉપચાર કરાયો છે. કારણ કે વિષય-આલોક અને મન (જ્ઞેયદ્રવ્ય, પ્રકાશ અને દ્રવ્યમન) ઈત્યાદિ પુદ્ગલોના આલંબને મતિજ્ઞાન ઉત્પન્ન થયું છે તેથી પુદ્ગલોનો ગુણ જે “મૂર્તત્વ છે. તેનો ઉપચાર કર્યો છે. આ વિજાતીય દ્રવ્યનો ગુણ હોવાથી અને તેનો તેમાં ઉપચાર હોવાથી વિજાતીય કહેવાય છે. તેથી અમૂર્ત એવા મતિજ્ઞાનને પણ મૂર્ત જે કહેવાય છે. તે આ નયનો વિષય છે. એવી જ રીતે પુસ્તકાદિને જ્ઞાન કહેવું અને ઓઘા-મુહપત્તિને સંયમ કહેવું તે પણ આ નયનો વિષય છે. II ૧૦૩ II
दोउं भांति - स्वजाति विजाति असद्भूतव्यवहार कहिइं. जिम, जीवाजीवविषयक ज्ञान कहिइं, जीव ज्ञाननी स्वजाति छई, अजीव - विजातिं छई, ए २ नो विषयविषयिभाव नामइं उपचरित संबंध छइ. ते स्वजातिविजात्यसद्भूत कहिइं. ३. ॥ ७-१५ ॥
જ્યારે સ્વજાતિ અને વિજાતિ આમ બન્ને જણાય, બન્નેનો જેમાં સંબંધ કર્યો હોય તે સ્વજાતિ-વિજાતિ અસદ્ભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે. જેમ કે “જ્ઞાન એ જીવાજીવવિષયક છે” આમ કહેવું આ નયનો વિષય છે. મત્યાદિ કોઈ પણ જ્ઞાનથી જીવ તથા જીવનું સ્વરૂપ પણ જણાય છે. અને અજીવ તથા અજીવનું સ્વરૂપ પણ જણાય છે. આ કારણે જ્ઞાનમાત્ર જીવ અને અજીવના વિષયવાળું કહેવાય છે. અને જ્ઞાન દ્વારા જે જીવ તથા જીવનું સ્વરૂપ જણાય છે. તે જ્ઞાનની સ્વજાતિ છે. કારણ કે