________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૭ : ગાથા-૬-૧૧
૨૮૯ “પ મુખોપા ” જિમ પૂર્વપ્રયોગ જ અન્યથા કરિઈ- “શરીર તે મતિજ્ઞાનરૂપ ગુણ જ” ઈહાં-શરીરરૂપ પર્યાયનઈ વિષયઈ મતિજ્ઞાનરૂપ ગુણનો ઉપચાર કી જઈ છઈ. ૯. I ૭-૧૧ છે.
વિવેચન- શ્રી દેવસેનાચાર્યકૃત “નયચક” ને અનુસારે અસદ્દભૂત વ્યવહાર ઉપનયના ૯ ભેદો હવે સમજાવે છે. જે વિવણિત કોઈ પણ એક દ્રવ્ય પોતાના રૂપે સદ્ભુત છે. પરંતુ પારદ્રવ્યારિરૂપે સદ્ભૂત નથી તે રૂપે તો અસબૂત છે. તેથી તેવા પ્રકારના ઉપચાર કરીને પરદ્રવ્યાદિ સ્વરૂપે વિવક્ષા કરાય તે આ અસભૂત વ્યવહાર ઉપનય જાણવો. ત્યાં વિવક્ષિત એવા કોઈ પણ એક દ્રવ્ય-ગુણ-પર્યાયમાં, પરદ્રવ્ય પરગુણ અને પરપર્યાયનો ઉપચાર કરવાથી નવ ભેદો થાય છે, તે આ પ્રમાણે છે
૧. “દવ્ય દ્રવ્યોપચાર” નામનો પ્રથમભેદ.
तिहां-पहलो द्रव्यई द्रव्यनो उपचार. जिम-जिन आगममांहिं जीवनइं पुद्गल कहिइं. क्षीर-नीर न्यायई पुद्गलस्यूं मिल्यो छई. ते कारणइं-जीव पुद्गल कहिइं. एजीवद्रव्यइं पुद्गलद्रव्यनो उपचार, ॥ ७-६ ॥
કોઈ પણ વિવલિત એકદ્રવ્યમાં અન્ય એવા બીજાદ્રવ્યનો આરોપ-ઉપચાર કરીને વિવક્ષિત દ્રવ્યને અચંદ્રવ્યસ્વરૂપે બોલવું તે આ નય જાણવો. (તિહા=) ત્યાં (પહલો) પ્રથમભેદ (દ્રવ્યઈ) વિવક્ષિત દ્રવ્યમાં (દ્રવ્યનો ઉપચાર) અન્ય દ્રવ્યનો ઉપચાર આ નામનો અસભૂત વ્યવહાર ઉપનય જાણવો. (જિમ) જેમ કે જિનેશ્વર પરમાત્માના આગમશાસ્ત્રોમાં જીવદ્રવ્યને “પુદ્ગલ” કહેલો છે. તે આ નયનું ઉદાહરણ છે. સદ્ભુત રીતિએ એટલે કે સાચી નીતિ રીતિ મુજબ જીવ એ કંઈ પુદ્ગલ નથી, પરંતુ દૂધમાં ભળેલું પાણી પણ જેમ દૂધ જ કહેવાય છે. તથા વિષથી મિશ્ર થયેલા દૂધને પણ જેમ વિષ જ કહેવાય છે. તેમ શરીર-કર્મો આદિ પુદ્ગલ દ્રવ્યોની સાથે ભળ્યો છતો આ આત્મા પણ “પુદ્ગલ સાથે મળેલો છે તે કારણે” પુદ્ગલ કહેવાય છે. આ જીવદ્રવ્યને વિષે પુદ્ગલદ્રવ્યનો ઉપચાર થયો છે. માટે આ પ્રથમભેદનું ઉદાહરણ જાણવું. ૯૫
૨. “ગુણે ગુણોપચાર” આ નામનો બીજો ભેદ
भावलेश्या आत्मानो अरूपीगुण छईं, तेहनइं-जे कृष्ण-नीलादिक कहिई छईते कृष्णादि पुद्गलद्रव्यगुणनो उपचार कीजइ छइ. ए आत्मगुणइं पुद्गलगुणनो उपचार નાખવો. ૨. ૭-૭ છે. ૧૯ .