________________
ઢાળ-૭ : ગાથા-૬-૧૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
મિતે આત્મા મેળા સહ અનેન કૃતિ તેડ્યા “આત્મા કર્મોની સાથે લેપાય જેનાથી તે લેશ્યા કહેવાય છે. આત્માની સારી નરસી પરિણતિ વિચારધારા-પરિણામ, તેને લૈશ્યા કહેવાય છે. આ લેશ્યા એ આત્માનો (વૈભાવિક) ગુણ છે. કારણ કે આત્માને જ આવી વિચારધારા પ્રવર્તે છે. પુદ્ગલાદિ અન્યદ્રવ્યને આવી વિચારધારા પ્રવર્તતી નથી. માટે આત્માનો જ ગુણ છે. પરંતુ મોહનીય અને નામકર્મના ઉદયજન્ય હોવાથી પરદ્રવ્યની પરાધીનતાથી આ લેશ્યા થાય છે. તે માટે તે વૈભાવિકગુણ છે. સ્વાભાવિકગુણ નથી. તેથી જ સિદ્ધપરમાત્મામાં આ લેશ્યાગુણ હોતો નથી. જેમ ક્રોધમાન-માયા-લોભ આદિ જીવના વૈભાવિક ગુણો છે. તેમ આ પણ જીવનો વૈભાવિક ગુણ છે.
૨૯૦
=
તે
આત્મા અરૂપી છે. વર્ણ-ગંધ-રસ-સ્પર્શ રહિત છે. તેથી તેના ગુણો પણ અરૂપી છે. માટે આત્માની વિચારધારારૂપ આ ભાવલેશ્યા ગુણ પણ અરૂપી છે. રૂપરહિત છે તેથી આ ભાવલેશ્યા નામનો ગુણ કાળો-ધોળો-પીળો-લીલો નથી. કાળા-ધોળા-પીળાલીલા-લાલપણું તે પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે. કારણ કે પુદ્ગલદ્રવ્ય જ રૂપી છે. આત્માની પરિણતિરૂપ વિચારધારાને ભાવલેશ્યા કહેવાય છે. કારણ કે તે ભાવાત્મક છે. દ્રવ્યાત્મક નથી. અને આત્માની આવા પ્રકારની શુભાશુભ ભાવલેશ્યામાં નિમિત્તભૂત બનનાર પુદ્ગલને દ્રવ્યલેશ્યા કહેવાય છે. વારનું વ્યમિતિ વ્યારાનાત્ આ રીતે વિચારતાં ભાવલેશ્યા રૂપરહિત છે અને દ્રવ્યલેશ્યા રૂપસહિત છે. તેથી કાળા-નીલાપણુ આદિ વર્ણવિકારો દ્રવ્યલેશ્યામાં જ પુદ્ગલ હોવાથી સંભવે છે. પરંતુ આત્માની પરિણતિસ્વરૂપ ભાવલેશ્યા રૂપરહિત હોવાથી કૃષ્ણાદિ ગુણધર્મો ત્યાં ઘટતા નથી. છતાં નિમિત્તભૂત પુદ્ગલ દ્રવ્યના ગુણોનો આત્માના અરૂપી સ્વરૂપવાળા ભાવ લેશ્યાનામના ગુણમાં ઉપચાર કરવાથી આત્માની પરિણતિ રૂપ ભાવલેશ્યા પણ કૃષ્ણ નીલ કાપોત આદિ રૂપે વર્ણ વિકારવાળી ૬ પ્રકારની કહેવાય છે. આ આત્મગુણમાં પુદ્ગલ ગુણનો ઉપચાર કરવાથી ગુણમાં ગુણનો ઉપચાર એ નામનો અસદ્ભુત વ્યવહાર ઉપનયનો આ બીજો ભેદ થયો. ॥ ૯૬ ||
૩. પર્યાયે પર્યાયોપચાર નામનો ત્રીજો ભેદ
पर्याय- हयगय प्रमुख आत्मद्रव्यना असमानजातीय द्रव्य-पर्याय, तेहनइं-खंध कहिइं छइं. ते आत्मपर्याय उपरि पुद्गलपर्याय जे स्कंध, तेहनो उपचार करीनई, ૩.
|| ૭-૮ ॥
એક દ્રવ્યના પર્યાયમાં બીજા દ્રવ્યના પર્યાયનો ઉપચાર કરવો તે પર્યાયમાં પર્યાયોપચાર નામનો ત્રીજો ભેદ આ ઉપનયનો છે. જેમ કે પર્યાયને વિષે એટલે કે