________________
૨૮૪ ઢાળ-૭ : ગાથા૧-૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ શુદ્ધગુણ છે. ક્ષાયિકભાવનો ગુણ છે. માટે આ શુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનયનું ઉદાહરણ જાણવું. એવી જ રીતે રૂપ રસ ગંધ સ્પર્શ આદિ ગુણો પુગલ દ્રવ્યના છે. ગતિ સહાયક્તા, સ્થિતિસહાયકતા, અવગાહ સહાયકતા અને વર્તના સહાયકતા આદિ ગુણધર્મો ધર્માસ્તિકાયાદિ શેષ ચાર દ્રવ્યોના છે. આમ બોલવું તે સઘળાં ઉદાહરણો શુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનયનાં જાણવાં.
તથા મતિજ્ઞાનાદિ ગુણો જીવદ્રવ્યના છે. કાળા-નીલા-પીળાપણું એ ઘટપટનું સ્વરૂપ છે. ધર્માસ્તિકાયાદિમાં રહેલી ચૈત્ર-મૈત્રાદિ વિવક્ષિત એવા અન્ય દ્રવ્યોને આશ્રયી જે ગતિસહાયકતા આદિ. તે સઘળાં ઉદાહરણો અશુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનયનાં જાણવાં. આ રીતે બીજાં ઉદાહરણો પણ જાણી લેવાં. ૯૨ ||
गुण-गुणीनो, पर्याय-पर्यायवंतनो, स्वभाव-स्वभाववंतनो, कारक अनइं तन्मय कहतां-कारकी, तेहनो जे एकद्रव्यानुगत भेद बोलाविइं, ते सर्व ए उपनयनो अर्थ जाणवो. "घटस्य रूपम्, घटस्य रक्तता, घटस्य स्वभावः मृदा घटो निष्पादितः", इत्यादि प्रयोग जाणवा ॥ ७-४ ॥
પ્રશ્ન– “વ્યવહારનય અને આ ઉપનય” આ બન્નેમાં તફાવત શું ?
ઉત્તર– જે પદાર્થ-પદાર્થ વચ્ચેનો ભેદ જણાવે તે વ્યવહારનય અને એક દ્રવ્યાનુગત (એક જ દ્રવ્યની અંદર રહેલો) ગુણ-ગુણીનો, પર્યાય-પર્યાયવંતનો, સ્વભાવ-સ્વભાવવંતનો અને કારક-કારકીનો જે ભેદ છે. તેને જે જણાવે તે સર્વે આ વ્યવહાર ઉપનયનો વિષય જાણવો. એક જ દ્રવ્યની અંદર રહેલા ધર્મ-ધર્મીનો ભેદ જણાવનાર જે નય તે આ શુદ્ધાશુદ્ધ સદભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે.
“કેવળજ્ઞાન આત્માનો ગુણ છે.” “મતિજ્ઞાનાદિ આત્માના ગુણો છે.” આ બને જીવની અંદર ગુણ-ગુણીનો ભેદ જણાવનારાં ઉદાહરણો છે. “સિદ્ધત્વ એ જીવનો પર્યાય છે.” “સંસારિત્વ એ પણ જીવનો પર્યાય છે” આ પર્યાય અને પર્યાયવંતનો ભેદ સૂચવનારાં શુદ્ધાશુદ્ધનાં ઉદાહરણો છે. “જ્ઞાનદર્શનોપયોગ એ જીવનો સ્વભાવ છે” ક્રોધાદિ કષાયવત્તા એ પણ જીવનો (જ વૈભાવિક) સ્વભાવ છે” આ સ્વભાવસ્વભાવવંતના ભેદનાં ઉદાહરણો છે. તથા સિદ્ધાદિ અવસ્થાઓ જીવમાંથી બની છે.
એકેન્દ્રિયાદિ સાંસારિક સર્વે અવસ્થાઓ પણ જીવમાંથી જ બની છે” ઇત્યાદિમાં કર્તાકર્મ આદિ કારકનો અને તે તે કારકવાન એવી કારકી (દ્રવ્ય) થી જે ભેદ જણાવાય છે. તે જીવગત કારક અને તન્મય કહેતાં કારકમયતા અર્થાત્ કારકીના ભેદને આશ્રયી