SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૭ : ગાથા-પ ૨૮૫ ઉદાહરણો સમજી લેવાં. કારક એટલે ક્રિયાને કરનાર, ક્રિયા કરવામાં સહાયક = કર્તા, કર્મ-કરણ-સંપ્રદાન-અપાદાન અને આધાર આ છ કારક કહેવાય છે. આ છ જાતનો ક્રિયાવ્યવહાર જે પદાર્થમાં (દ્રવ્યમાં) સંભવે છે. તે પદાર્થ (દ્રવ્ય) કારકી (કારકમય) કહેવાય છે. જીવની જેમ અજીવમાં પણ ભેદદર્શક વ્યવહાર ઉપનયનાં ઉદાહરણો સમજી લેવાં. તે આ પ્રમાણે છે– घटस्य रूपम् ઘડાનું રૂપ કેવું છે ? અથવા રૂપ એ ઘડાનો ગુણ છે. આ શુદ્ધ સ૦ વ્ય૦ ઉનું ઉદાહરણ છે. તથા શુક્લ-નીલ-પીત આદિ ભિન્ન ભિન્ન અનેક રૂપ એ ઘડાના ગુણો છે. આ અશુદ્ધ. સ૦ વ્ય૦ ઉનાં ઉદાહરણો સમજવાં. = घटस्य रक्तता = ઘડાની રક્તતા (લાલાશ) કેવી છે ? ઘડાની લાલાશ ચમકે છે. આ પર્યાય અને પર્યાયવંતનાં ઉદાહરણ છે. તીવ્ર-મંદ ભાવે રહેલી લાલાશ એ પર્યાય છે. અને લાલાશવાળો જે ઘટપદાર્થ તે પર્યાયવંત છે. એવી જ રીતે ઘડાની આકૃતિ સારી છે. ઘડાનો ઘાટ સારો છે. ઈત્યાદિ દૃષ્ટાન્તો પણ જાણવાં. घटस्य स्वभावः = ઘડાનો સ્વભાવ જલાધાર છે. પાણીને ધારણ કરવું, પાણીનું ઝમવું (ટપકવું) આ ઘડાનો સ્વભાવ છે. ઘણથી ફુટવું એ પણ ઘડાનો સ્વભાવ છે. આ સ્વભાવ અને સ્વભાવવંતનાં ઉદાહરણો છે. मृदा घटो निष्पादितः માટીમાંથી ઘડો બનાવાયો છે. આ કારક-કારકીના ભેદનું ઉદાહરણ છે. હકીકત તો એવી છે કે માટી પોતે જ ઘટ બની છે. માટી અને ઘટ આમ બે વસ્તુ નથી. છતાં ભેદપ્રધાન વિવક્ષા કરીને માટીને અપાદાનકારક, અને ઘટને કર્મકારક બનાવીને ભેદથી નિર્દેશ કરનારૂં આ ઉદાહરણ છે. આવા આવા પ્રયોગો જે કોઈ હોય તે સર્વે શુદ્ધાશુદ્ધ સદ્ભૂત વ્યવહાર ઉપનયના પ્રયોગો જાણવા. ॥ ૯૩ ॥ = અસદ્ભૂત વ્યવહાર, પર પરિણતિ ભલ્યઈ । દ્રવ્યાદિક ઉપચારથી એ, ॥ ૭-૫ ॥ ગાથાર્થ— પરદ્રવ્યાદિની પરિણિત ભળવાથી પરદ્રવ્યાદિનો જે આરોપ (ઉપચાર) કરવામાં આવે છે. તે અસદ્ભૂત વ્યવહાર ઉપનય છે. ॥ ૭-૫ | ટબો- પરદ્રવ્યની પરિણતિ ભલ્યઈ, જે દ્રવ્યાદિક નવવિધ ઉપચારથી કહિÛ, તે અસદ્ભૂત વ્યવહાર જાણવો. ॥ ૭-૫ ||
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy