________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૭ : ગાથા-૧-૪
૨૮૩
કેવળજ્ઞાન અને મતિજ્ઞાનાદિ ગુણો જીવદ્રવ્યના છે. આમ કહેવું તે સદ્ભૂત ઉપનય. અને હું કાળો, હું ગોરો, તે જાડો, તે પાતળો, ઈત્યાદિ કહેવું તે અસદ્ભૂત વ્યવહાર
ઉપનય.
આમ હોવાથી આ ચાલુ ૧ થી ૪ ગાથામાં જે ભેદો સમજાવાય છે તે સર્વે સદ્ભૂત વ્યવહારના છે. ત્યાં સદ્ભૂત શબ્દ તેટલા માટે વપરાય છે કે કેવળજ્ઞાન જીવનું છે અથવા મતિજ્ઞાનાદિગુણો જીવના છે. આમ બોલવામાં એક દ્રવ્યની અપેક્ષા વર્તે છે. તેવું બોલવામાં અન્યદ્રવ્યના સંયોગની અપેક્ષા વર્તતી નથી. માટે આ ભેદો સદ્ભૂતવ્યવહારના
થાય છે.
પ્રશ્ન- આ નયને “વ્યવહાર” ઉપનય આમ કેમ કહેવાય છે ?
व्यवहार ते मार्टि - जे भेद देखाइ छई ॥ ७-२ ॥
ઉત્તર- વ્યવહાર' એટલા માટે કહેવાય છે કે આ નય ભેદને જણાવે છે. ભેદ જણાવવો એ વ્યવહારનયનો વિષય છે. તેથી જ્યારે જ્યારે ભેદ જણાવાય છે ત્યારે ત્યારે તે નયને ‘વ્યવહાર” નય કહેવાય છે. આ રીતે શબ્દોની સાર્થકતા જણાવી.
શુદ્ધ દ્રવ્યના મૂલભૂત ગુણો છે. માટે શુદ્ધ.
અશુદ્ધ દ્રવ્યના મૂલભૂતગુણો જે ન હોય, પરંતુ ઉત્તર ભેદરૂપ હોય તે અશુદ્ધ. એક દ્રવ્ય આશ્રિત જે ગુણધર્મો હોય તે સદ્ભૂત.
સદભૂત અસદભૂત વ્યવહાર નિશ્ચય
અન્ય દ્રવ્યના સંયોગની જેમાં અપેક્ષા છે. તે અસદ્ભૂત. ભેદને પ્રધાનપણે સૂચવે તે.
અભેદને પ્રધાનપણે સૂચવે તે. ॥ ૯૧ ॥
=
=
=
=
-=
=
હવે શુદ્ધસદ્ભુત વ્યવહાર અને અશુદ્ધસદ્ભૂત વ્યવહાર આ બન્ને ઉપનયોના બે ઉદાહરણો (જીવદ્રવ્યને આશ્રયી) સમજાવે છે.
जिम - जगमांहि " आत्मद्रव्यनुं केवलज्ञान" इम षष्ठीइं प्रयोग कीजइ, तथा “મતિજ્ઞાનાવિ આભદ્રવ્યના મુળ'' રૂમ ોનાવિડું ॥ ૭-રૂ ॥
જેમ કે આ સંસારમાં “કેવળજ્ઞાન એ આત્મદ્રવ્યનો” ગુણ છે. આ પ્રમાણે ષષ્ઠીવિભક્તિ દ્વારા જે ભેદનો પ્રયોગ કરાય છે. તે શુ સ૦ વ્ય૦ ઉપનય. અને “મતિજ્ઞાનાદિ જે ગુણધર્મો છે. એ આત્મદ્રવ્યના” છે આમ જે બોલાય છે. તે અશુદ્ધ. સ૦ વ્ય૦ ઉપનય કહેવાય છે. કેવળજ્ઞાનગુણ અનાદિ અનંતકાળથી જીવની સાથે છે.