________________
૨૮૨
ઢાળ-૭ : ગાથા૧-૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જણાવાય છે તે માટે “વ્યવહાર” કહેવાય છે. આમ આ વિવલાઓને “સભૂત વ્યવહાર ઉપનય” કહેલ છે. llcoll.
ते वली २ प्रकार होइ - १ शुद्ध, २. बीजो अशुद्ध. शुद्ध धर्म-धर्मांना भेदथी शुद्धसद्भूतव्यवहार, अशुद्ध धर्म-धर्मांना भेदथी अशुद्धसद्भूतव्यवहार.
તે સભૂત વ્યવહાર ઉપનયના વલી ૨ ભેદો (પ્રકારો) છે. ૧ પ્રથમભેદ શુદ્ધ, અને ૨ બીજો ભેદ અશુદ્ધ.
કર્મોના ક્ષયથી આત્મામાં પ્રગટ થયેલા ક્ષાયિકભાવના જે ગુણો છે. તેને શુદ્ધધર્મો કહેવાય છે. તે શુદ્ધધર્મોનો અને તે ધર્મીનો ભેદ દેખાડવાથી તેવા ભેદને જણાવનારા નયને “શુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનય” કહેવાય છે. એવી જ રીતે પુલાસ્તિકાયમાં રહેલા સ્વયંસિદ્ધ વર્ણાદિ ધર્મોનો ભેદ જણાવનારો જે નય તે શુ. સ. વ્ય. ઉપનય જાણવો. તથા ભિન્ન ભિન્ન પુગલ દ્રવ્યના સંયોગથી થયેલા વર્ણાદિના ભેદને જણાવનારો જે નય, તે અશુદ્ધ. સ. વ્ય. નય જાણવો. તથા આત્મામાં ક્ષાયોપથમિકભાવના અને ઔદયિકભાવના જે જે ગુણો અને પર્યાયો સ્વરૂપ ધર્મો છે. તેનો ભેદ જણાવનારો જે નય તે “અશુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનય” જાણવો. જ્ઞાનના વિષયભૂત ધમાં શુદ્ધઅશુદ્ધ બે પ્રકારના છે તે માટે તેના ભેદને જણાવનાર સદ્ભુત વ્યવહાર ઉપનય પણ બે પ્રકારે છે.
પ્રશ્ન– શુદ્ધધર્મ અને અશુદ્ધધર્મ કોને કહેવાય? અહીં શુદ્ધાશુદ્ધની વ્યાખ્યા શું?
ઉત્તર- દ્રવ્યોના મૂળભૂત જે સ્વાભાવિક ગુણધર્મો છે તે શુદ્ધ. અને દ્રવ્યોના ઉત્તરભેદરૂપ જે ગુણધર્મો છે. તે અશુદ્ધ. અર્થાત્ દ્રવ્યની સાથે અનાદિ-અનંતકાળ સુધી સહજસ્વભાવે સાથે રહેલા જે ગુણધર્મો તે શુદ્ધ અને ક્ષયોપશમાદિ અત્યંતરકારણોને લીધે કદાચિત્ક કાળસ્થિતિવાળા ગુણધર્મો તે અશુદ્ધ ધર્મો કહેવાય છે.
પ્રશ્ન- ભૂત અને મૂત એટલે શું ? सद्भूत ते माटिं, जे-एकद्रव्य ज छइ, भिन्नद्रव्यसंयोगापेक्षा नथी.
ઉત્તર- જે એકદ્રવ્યાશ્રિત ગુણધર્મો હોય, જેમાં અન્ય દ્રવ્યના સંયોગની અપેક્ષા ન હોય, તે સભૂત ગુણધર્મો કહેવાય છે. અને જે ગુણધર્મો એક દ્રવ્યાશ્રિત ન હોય, પરંતુ જેમાં અન્ય દ્રવ્યના સંયોગની અપેક્ષા હોય તે અસભૂત ધર્મો કહેવાય છે. જેમ