________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૭ : ગાથા-૧-૪
૨૮૧ ગુણ-ગુણીનો, પર્યાય-પર્યાયવંતનો, સ્વભાવ-સ્વભાવવંતનો, કારક અનઇ તન્મય કહતાં - કારકી, તેહનો જે એક દ્રવ્યાનુગત ભેદ બોલાવિઈ, તે સર્વ એ ઉપનયનો અર્થ જાણવો. “પટસ્થ રૂપમ્, પદસ્થ રતા, ટચ સ્વભાવ, મૃતા પદો નિષ્ણાવિત:” ઇત્યાદિ પ્રયોગ જાણવા. I ૭-૪ ||
વિવેચન- છઠ્ઠી ઢાળમાં નવે નયોના ૨૮ ભેદો સમજાવીને હવે આ સાતમી ઢાળમાં ત્રણ ઉપનયના અર્થો તથા તે ત્રણ ઉપનયના ભેદ-પ્રતિભેદો સમજાવે છે.
૧. સભૂત વ્યવહાર ઉપનય. ૨. અસદ્ભુત વ્યવહાર ઉપનય. ૩. ઉપચરિત અસદ્ભુત વ્યવહાર ઉપનય
तिहां-सद्भूत व्यवहार, प्रथम उपनयनो भेद, ते धर्म अनइं धर्मी, तेहना भेद देखाडवाथी होइ ॥ ७-१ ॥
ઉપનયના કુલ ૩ ભેદો છે. ત્યાં “સભૂત વ્યવહાર ઉપનય” આ નામનો ઉપનયનો આ પ્રથમ ભેદ છે.
જે ધર્મી દ્રવ્યમાં જે ધર્મ વાસ્તવિકપણે સભૂત છે એટલે કે વિદ્યમાન છે. તે ધર્મનો અને તે ધર્મીનો ભેદ દેખાડવાથી આ પ્રથમ ઉપનયનો ભેદ થાય છે. કોઈ પણ ધર્મી દ્રવ્યમાં સભૂત (વિદ્યમાન) એવા ધર્મો હોય તો છે જ, કારણ કે ધર્મો હોય તો જ ધર્મીને ધર્મી કહેવાય છે. એટલે ધર્મીમાં ધર્મો અવશ્ય છે જ. પરંતુ ધર્મ-ધર્મની વચ્ચે કથંચિભેદ પણ હોય છે અને કથંચિત્ અભેદ પણ હોય છે. આમ ભેદભેદ ઉભય હોવા છતાં પણ જ્યારે ભેદ જ દેખાડાય, અને અભેદ દેખાડવામાં ઉપેક્ષા કરાય, ત્યારે ઉપનયનો આ પ્રથમભેદ “સદભૂત વ્યવહાર ઉપનય" કહેવાય છે.
નયની સમીપે જે વર્તે તે ઉપનય કહેવાય છે. જેમ નગરની નજીક જે નગર તે ઉપનગર કહેવાય છે. તથા અન્યની પાસે જે વર્તે તે ઉપાજ્ય કહેવાય છે. તેવી જ રીતે નયોની જેવી જ એકની પ્રધાનતા અને અન્યની ગૌણતા હોવાથી જાણે નયોની સમીપતા (નિકટતા) હોય નહી શું ? એમ સમજીને કરાયેલી આવી વિવેક્ષાઓને “ઉપનય” કહેવાય છે. ધર્મી દ્રવ્યોમાં જે જે ધર્મો વિદ્યમાન છે. અને દેખાડાય છે. તેવા વિદ્યમાન ધર્મોની વિવક્ષાઓને “સભૂત” કહેવાય છે. અને ષષ્ઠી વિભક્તિ દ્વારા ભેદ