SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ - ઢાળ- સાતમી) સભૂત વ્યવહાર, ભેદ પ્રથમ તિહાં, ધર્મ ધર્મીના ભેદથી એ. / ૭-૧ | શુદ્ધ અશુદ્ધ ક્રિભેદ, શુદ્ધ અશુદ્ધના, તેહ અરથના ભેદથી એ. / ૭-૨ / જિમ જગિ કેવલ જ્ઞાન, આતમદ્રવ્યનું, મઈ નાણાદિક તેહનું એ. // ૭-૩ // ગુણ-પર્યાય સ્વભાવ, કારક તન્મયનો, ભેદ અરથ છઈ એહનો એ. / ૭-૪ / ગાથાર્થ- ધર્મ અને ધર્મીનો ભેદ જણાવનાર જે નય, તે સભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે. ઉપનયના ત્રણ ભેદો પૈકી આ પ્રથમભેદ છે. જે ૭-૧ || શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારના અર્થના (પદાર્થના સ્વરૂપના) ભેદથી સભૂત વ્યવહાર ઉપનય નામનો આ પ્રથમ ભેદ શુદ્ધ-અશુદ્ધના નામે બે પ્રકારનો છે. જેમ જગતમાં કેવળજ્ઞાન એ આત્મદ્રવ્યનો ગુણ” છે. તથા “મતિજ્ઞાનાદિક આત્માના ગુણો” છે. આમ કહેવું તે સભૂત વ્યવહાર ઉપનય નામના પ્રથમભેદના શુદ્ધ અને અશુદ્ધ એમ બે ભેદનાં અનુક્રમે બે ઉદાહરણો જાણવાં. || ૭-૩ // આ પ્રમાણે ગુણ-ગુણીનો, પર્યાય-પર્યાયવાનનો, સ્વભાવ-સ્વભાવવંતનો કારકકારકીનો ભેદ જણાવનાર જે અર્થ તે સર્વે સભૂત વ્યવહાર ઉપનયનાં ઉદાહરણો જાણવાં. | ૭-૪ | ટબો- તિહાં-સબૂત વ્યવહાર, પ્રથમ ઉપનયનો ભેદ. તે ધર્મ અનઈ-ધર્મી, તેહના ભેદ દેખાડવાથી હોઈ. . ૭-૧ | તે વળી, ૨ પ્રકાર હોઈ-૧ શુદ્ધ, બીજો-અશુદ્ધ ૨, શુદ્ધ ધર્મ-ધર્મીના ભેદથી શુદ્ધસદ્ભુત વ્યવહાર, અશુદ્ધ ધર્મ-ધર્મના ભેદથી અશુદ્ધ સદ્ભુત વ્યવહાર, સદ્ભુત તે માર્ટિ, જે-એક દ્રવ્ય જ છઈ. ભિન્ન દ્રવ્ય સંયોગાપેક્ષા નથી. વ્યવહાર તે માટે જે-ભેદ દેખાડિઈ છઈ. I ૭-૨ | જિમ-ગમાંહિ “આત્મદ્રવ્યનું કેવલજ્ઞાન” ઈમ-ષષ્ઠીઈં પ્રયોગ કીજઈ, તથા “મતિજ્ઞાનાદિક આત્મદ્રવ્યના ગુણ” ઈમ બોલાવિઈ || ૭-૩ |
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy