________________
૨૭૦
ઢાળ-૬ : ગાથા-૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વ્યવહાર નય, અને ૨ બીજો ભેદ-વિશેષ સંગ્રહનયના વિષયનો ભેદ કરનાર છે આ પ્રમાણે વ્યવહારનયના પણ સંગ્રહાયની જેમ જ ૨ ભેદ થાય છે. ૧ સામાન્યસંગ્રહવિષયભેદક વ્યવહારનય, ૨ વિશેષસંગ્રહવિષયભેદક વ્યવહારનય.
દ્રવ્ય નીવાની' ઇ સામાન્યસંગ્રહ મેળવ્યવહાર, “નીવાઃ સંસારિ: સિતાશ્ર' ए विशेषसंग्रहभेदकव्यवहार, इम उत्तरोत्तर विवक्षाई सामान्य विशेषपणुं भाववृं | ૬-૨૨ ||
સર્વે દ્રવ્યો પરસ્પર અવિરોધી છે. અર્થાત્ સમાન છે.” આ જેમ સંગ્રહનયનો પ્રથમભેદ છે. તેવી જ રીતે “દ્રવ્યો બે પ્રકારનાં છે ૧ જીવાત્મક અને ૨ અજીવાત્મક આ વ્યવહારનયનો પ્રથમભેદ છે. સામાન્યસંગ્રહાયે કરેલા એકીકરણને (અભેદાત્મક વિષયને) તોડનાર વ્યવહારનયનો આ પ્રથમ ભેદ છે. તથા “જીવો સર્વે પરસ્પર અવિરોધી છે” આ જેમ સંગ્રહાયનો બીજો ભેદ છે. તેવી જ રીતે “જીવો બે પ્રકારનાં છે. ૧ સંસારી અને ૨ સિદ્ધ” આ વ્યવહારનયનો બીજો ભેદ છે. જે વિશેષસંગ્રહનયે કરેલા વિભાગીય એકીકરણને (અભેદાત્મક વિષયને) તોડનાર છે. એટલે વ્યવહારનયનો પ્રથમભેદ સામાન્યસંગ્રહનયના વિષયને તોડનાર છે. અને બીજો ભેદ વિશેષસંગ્રહનયના વિષયને તોડનાર છે. આ રીતે સંગ્રહનય અને વ્યવહારનયનું કાર્યક્ષેત્ર (અંતિમ વિષયમાત્રને છોડીને) લગભગ સરખું છે. માત્ર વિવક્ષા ઉપર તે તે નયની માન્યતાનો મુખ્ય આધાર છે. જ્યારે એકીકરણ તરફ ઢળતી પ્રધાન દૃષ્ટિ હોય ત્યારે તે સંગ્રહાય કહેવાય, એ જ વિષય જ્યારે પૃથક્કરણની રીતિએ કહેવાય તો વ્યવહારનય કહેવાય છે. જેમ કે- ત્રસ હોય કે સ્થાવર હોય પરંતુ સર્વે જીવ છે. આમ બોલવું તે સંગ્રહાય કહેવાય છે. અને જીવોના બે પ્રકાર છે એક ત્રસ અને બીજો સ્થાવર આમ બોલવું તે વ્યવહારનય છે આ રીતે ઉત્તરોત્તર = પછી પછી સામાન્યપણું અને વિશેષપણું વિવક્ષાના વશથી સ્વયં ભાવવું. (જાણવું.) // ૮૫ // વર્તતો ઋજુસૂત્ર ભાસઈ, અર્થ નિજ અનુકુલ રે | ક્ષણિક પર્યય કહઈ સૂષિમ, મનુષ્યાદિક શૂલ રે .
બહુભાંતિ ફેઈલી જઈને શીલી / ૬-૧૩ / ગાથાર્થ– ઋજુસૂત્રનય વર્તતા (વિદ્યમાન–વર્તમાન) કાળને કહે છે તથા પોતાને અનુકુળ અર્થને માન્ય રાખે છે. તેના ૨ ભેદ છે. સૂક્ષ્મ અને સ્કૂલ. ક્ષણિક પર્યાયો તે સૂક્ષ્મ, અને મનુષ્યાદિ પર્યાયો તે પૂલ. . ૬-૧૩ /