________________
ઢાળ-૬ : ગાથા-૧ ૨
૨૬૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પંચેન્દ્રિય જીવો સમાન” “સર્વે મનુષ્યો સમાન” “સર્વેભારતીયો સમાન” “સર્વે ગુજરાતી સમાન” ઈત્યાદિ જેમ જેમ વિશેષના ભેદમાં ઉંડા ઉતરતા જાઓ તેમ તેમ તે વિશેષસંગ્રહ નય અનેક પ્રકારનો થાય છે. અને તે પાછળ પાછળના વિશેષ સંગ્રહાયની અપેક્ષાએ પૂર્વ પૂર્વના સંગ્રહનયો અપેક્ષાવિશેષથી ઓઘસંગ્રહનય પણ કહેવાય છે. ૮૪ |
વ્યવહાર સંગ્રહ વિષયભેદક, તિમજ દ્વિવિધ પ્રસિદ્ધ રે ! દ્રવ્ય જીવાજીવ ભાષઈ, જીવ ભવિયા સિદ્ધ રે !
બહુભાંતિ ફઈલી જઈન શઈલી | ૬-૧૨ || ગાથાર્થ સંગ્રહનયના વિષયનો ભેદ કરનાર જે નય તે વ્યવહારનય જાણવો. તેના પણ (તિમજ) સંગ્રહનનયની જેમ જ બે ભેદો પ્રસિદ્ધ છે. દ્રવ્યો, જીવ અને અજીવરૂપ છે. તથા જીવો, સંસારી અને સિદ્ધ એમ બે ભેદે છે. || ૬-૧૨ |
ટબો- સંગ્રહનયનો જે વિષય, તેહના ભેદનો દેખાડણહાર, તે વ્યવહારનય કહિછે, તે તિમજ-ન્સંગ્રહનયની પરિ દ્વિવિધ કહિઈ, એક સામાન્ય સંગ્રહભેદક વ્યવહાર ૧, એક વિશેષસંગ્રહભેદક વ્યવહાર ૨, એવં ૨ ભેદ જાણવા. “વ્યં નીવાનીવ'' એ સામાન્યસંગ્રહભેદક વ્યવહાર, નવા: સંસારિ: સિદ્ધિા એ વિશેષસંગ્રહભેદક વ્યવહાર, ઈમ ઉત્તરોત્તર વિવક્ષાઈ સામાન્ય વિશેષપણું ભાવવું. I ૬-૧૨ |
વિવેચન- સંગ્રહનયના બે ભેદ સમજાવીને હવે આ ગાથામાં વ્યવહારનયના બે ભેદ સમજાવે છે.
___ संग्रहनयनो जे विषय, तेहना भेदनो देखाडणहार, ते व्यवहारनय कहिइं, ते तिमज-संग्रहनयनी परि द्विविध कहिइं, एक सामान्यसंग्रह भेदकव्यवहार १, एक विशेषसंग्रहभेदक व्यवहार २, एवं २ भेद जाणवा.
સંગ્રહનય હંમેશાં એકીકરણ કરવાની અર્થાત્ અભેદને પ્રધાન કરવાની દૃષ્ટિવાળો હોય છે. જ્યારે વ્યવહારનય તેનાથી વિપરીતવૃત્તિ ધરાવે છે. એટલે કે પૃથક્કરણ કરવાની એટલે કે ભેદને પ્રધાનપણે જણાવવાની દૃષ્ટિવાળો વ્યવહારનય છે. તેથી સંગ્રહનયનો જે (અભેદ-એકાકારતા આદિ) વિષય છે. તેને ભેદનાર એટલે કે તેના અભેદને તોડીને ભેદને દેખાડનારો (એટલે કે પૃથક્કરણ-ભેદ કરનારો) જે નય છે. તે નય વ્યવહારનય કહેવાય છે. તે વ્યવહારનય પણ તિન = તેમ જ અર્થાત્ સંગ્રહનયની પેઠે બે ભેદવાળો કહેલો છે. ૧ પ્રથમ ભેદ-સામાન્યસંગ્રહના વિષયનો ભેદ કરનાર