________________
૨૬૮
ઢાળ-૬ : ગાથા-૧૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિવેચન- મૈગમનયના ભૂતનૈગમ ભાવિનૈગમ અને વર્તમાનનૈગમ આમ ત્રણ ભેદ કહીને હવે સંગ્રહનયના અર્થ તથા ભેદ સમજાવે છે.
जे संग्रहइ, ते संग्रहनय कहिइं
જે સંગ્રહ કરે, એકીકરણ કરે, અભેદ જણાવે, પરસ્પર જે ભેદ હોય, તેને ગૌણ કરે, એક્તાપણાની બુદ્ધિને પ્રધાન કરે તે સંગ્રહનય કહેવાય છે.
तेहना २ भेद, ओघ-विशेषथी, ओघ कहिइं-सामान्य, एतलई एक सामान्यसंग्रह, एक विशेषसंग्रह, एवं २ भेद.
તે સંગ્રહનયના ૨ ભેદ છે. ઓઘ અને વિશેષ આવા નામોથી આ નયના બે ભેદ છે. અહીં ઓઘ શબ્દનો અર્થ સામાન્ય કરવો. એટલે ઓઘસંગ્રહ અર્થાત્ પહેલો એક સામાન્યસંગ્રહનય કહેવાય, અને બીજો વિશેષસંગ્રહનય કહેવાય છે. આમ ૨ ભેદ છે. સામાન્યપણે બધાનો સંગ્રહ કરાય ત્યારે તે ઓઘસંગ્રહ નય કહેવાય છે અને જ્યારે અમુકવિભાગનો જ સંગ્રહ કરાય ત્યારે તે વિશેષસંગ્રહ નય કહેવાય છે. તે બને ભેદોનાં બે ઉદાહરણો આ પ્રમાણે છે
વ્યાળિ સર્વાન વિરોથીનિ" | પ્રથમ એનું ૩વાદUT, તથા “નવા: સર્વવિરોધઃ' , દ્વિતીય મેનું સહિર . . ૬-૨૨
ધર્માસ્તિકાયાદિ છ એ દ્રવ્યો દ્રવ્યપણે પરસ્પર અવિરોધી છે. અર્થાત્ સર્વે દ્રવ્યો દ્રવ્યપણે સમાન છે એક છે” આવું સમજવું એ પ્રથમભેદનું ઉદાહરણ છે. કારણ કે સામાન્યથી સર્વે દ્રવ્યોનું એકીકરણ કર્યું. એટલે આ ઓઘસંગ્રહનય-અર્થાત્ સામાન્યસંગ્રહનય થયો. તથા “સર્વે જીવો પરસ્પર જીવપણે સમાન છે. એક છે” આવું સમજવું એ બીજા ભેદનું ઉદાહરણ છે. કારણ કે તેમાં જો કે એકીકરણ–અભેદ કરવામાં આવ્યો છે પરંતુ માત્ર જીવદ્રવ્યોનો જ અભેદ કરાયો છે. સર્વદ્રવ્યોમાંથી એક અંશભૂત એવા જીવોનું જ માત્ર એકીકરણ છે. તેથી આ બીજો ભેદ વિશેષસંગ્રહનય કહેવાય છે.
સર્વે પદાર્થોનું એકીકરણ કરવામાં આવે તે ઓઘસંગ્રહનય, સામાન્યસંગ્રહનય, ઉત્કૃષ્ટસંગ્રહનય અથવા પરસંગ્રહનય–મહાસંગ્રહનય પણ કહેવાય છે બાકી થોડા થોડા પદાર્થોનું એકીકરણ કરવામાં આવે તે વિશેષસંગ્રહ અવાન્તરસંગ્રહ ઇત્યાદિ કહેવાય છે. આ વિશેષસંગ્રહનય અપેક્ષાવિશેષે અનેક પ્રકારનો પણ થાય છે. જેમ કે “સર્વે જીવો સમાન” આ વિશેષસંગ્રહનયનું ઉદાહરણ છે. તો પણ “સર્વે ત્રસજીવો સમાન” “સર્વે