________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૬ : ગાથા-૧૧
૨૬૭ રંધાવાની ક્રિયા જ્યારે સમાપ્ત થઈ ગઈ, ભાતની તપેલી ગેસ ઉપરથી જ્યારે લઈ લેવામાં આવી, રાંધવાની અંતિમ ક્રિયા જ્યારે પૂર્ણ થઈ, ધ્વંસ પામી, ત્યારે જ રાંધનાર બોલે છે કે “ભાત રંધાઈ ગયા છે” જમી લો. પરંતુ ત્યાં સુધી તો “હું ભાત રાંધું છું” આમ વર્તમાન કાળનો જ વ્યવહાર થાય છે માટે ભૂત-ભાવિની ક્રિયાનો વર્તમાનમાં સમાવેશ કરીને આરોપ કરવાની જરૂર નથી. જ્યારે ચરમક્રિયા થશે, અને તેની સમાપ્તિ થશે, ત્યારે જ અતીતનો પ્રત્યય (બોધ) થશે, તેથી તે કાળે ચરમક્રિયાનો ધ્વંસ થયા પછી જ અતીતનો વ્યવહાર શક્ય છે. આ પ્રમાણે કોઈક નૈયાયિક માને છે.
ઉત્તર– ગ્રંથકારશ્રી તેનો ઉત્તર આપતાં જણાવે છે કે જે કાર્યની જે ક્રિયા શરૂ થઈ, ત્યારથી ચરમક્રિયાäસ આવે ત્યાં સુધી માત્ર વર્તમાનકાલનો જ પ્રયોગ જો થતો હોય, અને ચરમક્રિયા ધ્વંસ થયા પછી જ અતીતનો બોધ થતો હોય તો ભાત રંધાતા હોય ત્યારે આવુ માનનારા તે નૈયાયિકને આ ભાતમાં કેટલાક દાણા રંધાયા છે. અર્થાત્ પક્વ છે. અને કેટલાક દાણા રંધાય છે. અર્થાત્ પતે છે. આવા વ્યવહારનો પ્રયોગ તે તૈયાયિકથી ન થવો જોઈએ, કારણ કે જ્યાં સુધી ચરમક્રિયા ધ્વંસ ન આવે ત્યાં સુધી વર્તમાન હોવાથી કોઈ પણ દાણા પૂરેપૂરા પકાવાયા જ નથી. તેથી ભૂતનો વ્યવહાર થાય જ નહી અને આવો વ્યવહાર પ્રયોગ તો જગતમાં થાય જ છે તે માટે ભૂત-ભાવિની ક્રિયાનો આરોપ કરીને થતો આ વર્તમાનારોપ નૈગમનય એ જ સાચો છે. આમ જાણવું. // ૮૨-૮૩ // સંગ્રહઈ નય સંગ્રહો તે, દ્વિવિધ ઓઘ વિશેષ રે | દ્રવ્ય સબ અવિરોધિયાં” જિમ, તથા “જીવ અશેષ” રે ..
બહુભાંતિ ફઈલી જઈન શઈલી || ૬-૧૧ || ગાથાર્થ– જે સંગ્રહ કરે તે સંગ્રહનય કહેવાય છે. તેના ઓઘ અને વિશેષ એમ ૨ ભેદ છે. “સર્વ દ્રવ્યો અવિરોધી છે” આ પ્રથમભેદ છે. અને “અશેષ (સર્વ) જીવો અવિરોધી” છે. આ બીજોભેદ છે. તે ૬-૧૧ ||
ટબો- જે સંગ્રહઈ, તે સંગ્રહનય કહિઈ, તેહના ૨ ભેદ, ઓઘ-વિશેષથી, ઓઘ કહિઈ-સામાન્ય, એતલઈ-એક સામાન્યસંગ્રહ, એક વિશેષસંગ્રહ, એવં ૨ ભેદ, “વ્યાજ સર્વા િવરોધન” એ પ્રથમભેદનું ઉદાહરણ, તથા નૌવા સર્વવિરોધન: એ દ્વિતીયભેદનું ઉદાહરણ. | -૧૧ II