________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૬ : ગાથા-૧૩
ટબો- ૠજુસૂત્ર નય વર્તતો અર્થ ભાસઈ, પણિ-અતીત અનાગત અર્થ ન માનઈં. વર્તમાન પણિ નિજ અનુકુળ-આપણા કામનો અર્થ માનŪ, પણિ-પરકીય ન માનŪ, તે ૠજુસૂત્ર નય દ્વિભેદ કહેવો, એક સૂક્ષ્મ, બીજો સ્થૂલ. સૂક્ષ્મ તે ક્ષણિકપર્યાય માનŪ, સ્થૂલ તે મનુષ્યાદિ પર્યાય માનŪ, પણિ કાલ યવર્તી પર્યાય ન માનઈં. વ્યવહાર નય તે ત્રિકાલ પર્યાય માનŪ, તે માટિ સ્થૂલ ૠજુસૂત્ર-વ્યવહારનયનઇં સંકર ન જાણવો. || ૬-૧૩ ||
૨૭૧
વિવેચન– હવે ઋજુસૂત્રનયના અર્થ તથા ભેદ સમજાવે છે.
ऋजुसूत्रनय वर्ततो अर्थ भासइ, पणि अतीत अनागत अर्थ न मानइं. वर्तमान पण निज अनुकुल - आपण कामनो अर्थ मानइं, पणि परकीय न मानई.
ભૂતકાળ અને ભાવિકાળનો વિચાર ન કરતાં માત્ર વર્તમાનકાળનો પ્રધાન પણે વિચાર કરનારો આ ઋજુસૂત્ર નય છે. જે માણસ ભૂતકાળમાં કરોડપતિ હોય પરંતુ વર્તમાનમાં જો ધનરહિત હોય તો ભૂતકાળની કરોડપતિની જેવી રહેણીકરણી તે રાખી શકતો નથી. તેવી જ રીતે ભાવિમાં ધન પ્રાપ્ત થવાનું હોય તો પણ તે વર્તમાનમાં તેવું સુખી જીવન જીવી શકતો નથી માટે જે કાળે જે વસ્તુ જેવી હોય તે કાળે તેને તેવી કહેવાય. ભૂતકાળમાં અથવા ભાવિકાળમાં જે રાજા થયો હોય અથવા થવાનો હોય તેનો વર્તમાનકાળમાં રાજ્યની કાર્યવાહીમાં પાવર-સત્તા કે અધિકાર ચાલતો નથી. તેથી વર્તમાન કાળે તે રાજા કહેવાતો નથી. માટે વર્તમાનકાળે જે વસ્તુ જેવી હોય તે વસ્તુ તેવી છે. આમ જ બોલવું જોઈએ. આમ આ નય માને છે.
ઋજુસૂત્રનયની દૃષ્ટિ વર્તમાનકાળને પ્રધાન કરનારી છે. ભૂત-ભાવિને ગૌણ કરનારી છે. જ્યારે વ્યવહારનય નિકટવર્તી ભૂત-ભાવિકાળને પણ માન્ય રાખે છે. નૈગમનય દૂર દૂર વર્તી ભૂત-ભાવિકાળને પણ માન્ય રાખે છે. જેમ કે નયસાર અને મરીચિના ભવથી મહાવીર સ્વામી પરમાત્માના જીવને “ભગવાન” માનવા તે નૈગમનય છે. ચરમભવમાં માતાની કુક્ષિમાં આવે ત્યારથી “ભગવાન” માનવા એ વ્યવહારનય છે. અને કેવલી થયા બાદ ૪૨ થી ૭૨ વર્ષની ઉંમરમાં મહાવીરપ્રભુને “ભગવાન” કહેવા આ ઋજુસૂત્રનય છે આ રીતે ઋજુસૂત્રનય વર્તમાનકાળને પ્રધાન કરે છે. અતીત અનાગત કાળના ભાવને માન્ય રાખતો નથી.
વર્તમાનકાળમાં પણ નિન ઝનુન = પોતાને કામ લાગે તેવો અર્થ સ્વીકારે છે. એટલે કે જે પદાર્થથી પોતાનું કામકાજ સરે, પોતાનો સ્વાર્થ સધાય તેને જ સ્વીકારે