________________
૨૬૨ ઢાળ-૬ : ગાથા-૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ | ઉત્તર– Iટે ન કહેતાં ના કહેવાની પાછળ આશય એ છે કે આ ગંગાનો કિનારો એ જાણે ગંગાનદી જ છે. કારણ કે ગંગાનદીમાં જે શૈત્ય (શીતળતા) અને પાવનત્વ (પવિત્રતા) આદિ ધર્મો છે. તે ધર્મો ગંગાતટમાં પણ છે. આમ ગંગાતટ એ સામાન્ય તટ છે એમ નહીં પરંતુ ગંગાનદી જ છે. આવું પ્રત્યાયન પ્રયોજન મળે = સમજાવવાના પ્રયોજનના કારણે આમ કરેલ છે. અર્થની ચમત્કૃતિ છે. જેમ ઘણા પૂર વાળી બનેલી નદીને “આજે આ નદી દરીયો બની ગઈ છે” આમ કહેવામાં અર્થની ચમત્કૃતિ હૃદયને આનંદ પમાડે છે. પ્રભુની પ્રતિમાને પ્રભુની પ્રતિમા ન કહેતાં “આ પ્રભુ જ છે” આમ કહેવામાં ભક્તિ ભાવ, પૂજ્યભાવ, હાર્દિક ભાવના વધે છે. તેમ ગંગાતટને તટ ન કહેતાં ગંગા નદી કહેવામાં અર્થની ચમત્કૃતિ વિદ્વાનોના હૃદયને આનંદ આપનાર બને છે.
___ तो इ घटमान छइ, जो वीरसिद्धिगमननो अन्वय भक्ति भणी प्रातीतिक मानिइं. ए अलंकारना जाण पंडित होइ, ते विचारजो ॥ ६-८ ॥
વર્તમાન દિવાલીમાં ભૂતકાલીન દીવાલીનો જે આરોપ કરવામાં આવ્યો છે તે અર્થ, તો જ ઘટમાન છે (ઘટે છે – સંભવે છે) કે વીરપરમાત્માની સિદ્ધિગમનનો તે કાળે જે પ્રસંગ બનેલો છે. તેને ખેંચી લાવીને વર્તમાન દિવાલીમાં તેનો (અન્વય) સંબંધ ભક્તિભાવના વધારવાના કારણે જો કરવામાં આવે તો જ. અર્થાત્ આજના વર્તમાનકાલીન દીવાલીના દિવસે જ જાણે પરમાત્મા મહાવીર પ્રભુ સિદ્ધિગમન પામ્યા છે. દેવ-દેવીઓ આવ્યાં છે. શોકસહિત ભક્તિભાવના કરે છે. આ બધુ “પ્રતીતિવમાનિg” જાણે અત્યારે સાક્ષાત્ બની રહ્યું છે. એ પ્રસંગ હાલ અત્યારે ચાલી રહ્યો છે, આ પ્રસંગ ચક્ષુઃ સામે પ્રત્યક્ષ થઈ રહ્યો છે એમ માને. આટલા માટે આ ઉભેક્ષા કરવામાં આવી છે. આવા ચમત્કૃતિક અર્થને ઉભેક્ષાલંકાર કહેવાય છે.
- શરીરને શોભાવવામાં જેમ હાર આદિ અલંકારો ધારણ કરાય છે તેમ કાવ્યને સુશોભિત કરવામાં ઉપમા, ઉભેલા વિરોધ આદિ અનેક અલંકારો તે કાવ્યમાં રચવામાં આવે છે. આ વિષય અલંકારશાસ્ત્રોના જાણકાર એવા જે પંડિત પુરુષો હોય, તેઓ વિચારજો. (૫. પૂ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત કાવ્યાનુશાસન નામના ગ્રંથમાં આ અલંકારોનું વિશદવર્ણન છે. જિજ્ઞાસુ આત્માઓએ ત્યાંથી જોઈ લેવું.) II૮૧ી.
ભૂતવત કહઈ ભાવિ નૈગમ, ભાવિ જિમ જિન સિદ્ધ રે ! સિદ્ધવત છઈ વર્તમાનઈ કાંઈ સિદ્ધ અસિદ્ધ રે ! ભાષિઈ જિમ “ભક્ત પચિઈ” વર્તમાનારોપ રે / ૬-૦૯ ||