________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ—દુ : ગાથા-૮
૨૬૧
ભૂતકાળની દીવાળીનો જ દિવસ હોય શું ? આ પ્રમાણે ભૂતકાલીન દીવાલીના દિવસ રૂપે જ વર્તમાનકાલીન દીવાલીને આરોપિત કરી છે.
પ્રશ્ન– આમ કરવાનું કારણ શું ? શા માટે વર્તમાન દીવાલીને ભૂતકાલીન દીવાલી રૂપે આરોપિત કરાઈ છે ? તેનો ઉત્તર આપતાં જણાવે છે કે–
देवागमनादि महाकल्याणभाजनत्व-प्रतीतिं प्रयोजनई अर्थि,
=
પાવાપુરી નગરીમાં જ્યારે પરમાત્મા મહાવીર પ્રભુ સોળ પહોર દેશના આપીને નિર્વાણ પામ્યા, ત્યારે આ ભરતક્ષેત્રમાં મહાદીપક બુઝાઈ ગયો, જ્ઞાનક્ષેત્રમાં મહા અંધકાર વ્યાપી ગયો. ત્યાં રહેલા શ્રાવક-શ્રાવિકાગણે દ્રવ્યદીપકો પ્રગટાવ્યા. તેથી દ્વીપ + આતિ દીપાલિ અર્થાત્ દીવાલી પર્વ શરૂ થયું. તે સમયે નિર્વાણકલ્યાણક ઉજવવા માટે આકાશમાર્ગે અસંખ્ય દેવ-દેવીઓ આવ્યાં. પ્રભુના વિરહસંબંધી શોક સહિત દેવ-દેવીઓએ અને ચતુર્વિઘ શ્રી સંઘે ઘણા ભક્તિભાવ પૂર્વક, સર્વેના પોતાના આત્માનું મહાકલ્યાણ થાય એ રીતે તે પ્રસંગ ઉજવ્યો. તેવા જ પ્રકારનો આ પ્રસંગ દેવગમનાદિ અને મહાકલ્યાણનું ભાજન (સાધન-આધાર) છે. એવા પ્રકારની પ્રતીતિ કરાવવાના પ્રયોજનને અર્થે વર્તમાનકાલીન દીવાલીને ભૂતકાલીન દીવાલી રૂપે કલ્પવામાં (આરોપિત કરવામાં) આવે છે.
जिम " गङ्गायां घोषः " इहां गंगातटन विषयई गंगानो आरोप कीजइ छइ, शैत्यपावनत्वादि प्रत्यायन प्रयोजन भणी.
જેમ “ગંગાનદીમાં ઘોષ (ગાયોનો વાડો અથવા ઝુંપડું) છે. અહીં ગંગા શબ્દનો વાચ્ય અર્થ જલપ્રવાહ થાય છે. પરંતુ ત્યાં ગાયોનો વાડો કે ઝુંપડું સંભવી શકતું નથી. કારણ કે પાણીના પૂરથી તે ખેંચાઈ જ જાય. તે માટે “અભિધા” શક્તિનો ઉપયોગ કરી વાચ્ય અર્થ “જલપ્રવાહ” કરવો ઉચિત નથી અને જ્યાં મુખ્ય અર્થની બાધા આવતી હોય ત્યારે ત્યાં “શયસંવો નક્ષળા” શક્ય અર્થની સાથે સંબંધવાળો અર્થ લક્ષણાથી લેવાય છે. એટલેકે મુખ્યાર્થબાધે મુખ્યાર્થસંબંધે લક્ષણા. આવો ન્યાય છે. તે માટે ગંગાનદીનો કીનારો એવો અર્થ ગંગાશબ્દનો લક્ષણાથી કરાય છે. આ રીતે ગંગા તટને વિષે ગંગાનદીનો આરોપ જેમ કરાય છે. તેમ અહી વર્તમાન દીવાલીને વિષે ભૂતકાલીન દીવાલીનો આરોપ કરાયો છે.
66
પ્રશ્ન જો પોષ નું અસ્તિત્વ ગંગાનદીમાં (જલપ્રવાહમાં) સંભવતું જ નથી. થી ‘‘ગંગાયાં ઘોષ: '' હીને ગંગાતટે એવો અર્થ લક્ષણાથી કરવો જ પડે છે. તો પંચાયાં પદને બદલે ‘‘ગંતૂટે ઘોષઃ '' એમ જ કથન કરવું ઉચિત કેમ ન કહેવાય ?