________________
૨૫૨
ઢાળ-૬ : ગાથા-૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છતિ કહતાં-સત્તા, તે ગ્રહતો નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક કહિઇ. જિમ એક સમય મધ્યે પર્યાય ત્રિતયરૂપઇ-ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય લક્ષણઇ રૂદ્ધ છઇં. એહવું બોલિઇ. પર્યાયનું શુદ્ધ રૂપ, તે જે સત્તા ન દેખાવવી, ઇંહા-સત્તા દેખાવી, તે માર્ટિ અશુદ્ધ ભેદ થયો. | ક-૪ ||
વિવેચન- ઉપરની ગાથામાં ત્રીજા ભેદની વ્યાખ્યા કરીને આ ગાથામાં હવે તેનું ઉદાહરણ જણાવે છે–
जिम एकसमयमध्ये पर्याय विनाशी छड़, इम कहिंइं. इहां नाश कहतां-उत्पादई आव्यो. पणि-ध्रुवता ते गौण करी, देखाडई नहीं.
જ્યાં ઉત્પાદ-વ્યયની પ્રધાનતા છે અને સત્તાની ગૌણતા છે, તે આ ત્રીજો ભેદ છે. જેમ કે કોઈ પણ પર્યાય એક સમયની અંદર વિનાશ પામનાર છે. પ્રતિસમયે બદલાતા પર્યાયોને જો જોશો તો પ્રતિસમયે તે પર્યાયો વિનાશી જ દેખાય છે. આમ કહેવું તે આ ત્રીજાભેદનું ઉદાહરણ છે. અહીં મૂલગાથામાં “ના” શબ્દનો ઉલ્લેખ કરેલ છે. પરંતુ નાશ એ ઉત્પાદની સાથે અવિનાભાવી છે. એટલે નાશ કહેતાં ઉત્પાદ પણ આવી ગયો. આમ નાશ અને ઉત્પાદની પ્રધાનતાએ વિવક્ષા કરી છે. પરંતુ જે ધ્રુવતા છે. તેને ગૌણ કરી છે. ધ્રુવતા ગૌણ કરી હોવાથી દેખાડી નથી. આટલું જ માત્ર કહ્યું છે કે પર્યાયો વિનાશી છે. વિનાશી હોવાથી ઉત્પાદવાળા તો છે જ. આમ બે ધર્મોનું જ પ્રધાનપણે પ્રતિપાદન થયું. તેથી પર્યાયોના ઉત્પાદ-નાશને જણાવનાર હોવાથી અનિત્ય અને પોતાના ઘરમાં હોવાથી શુદ્ધ એમ અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય થયો.
छतिं कहतां सत्ता, ते ग्रहतो नित्य अशुद्ध पर्यायार्थिक कहिइं. जिम एक समयमध्ये पर्याय त्रितयरूपइं-उत्पाद-व्यय-धौव्य लक्षणइं रूद्ध छइ. एहवं बोलिई. पर्याय- शुद्धरूप, ते जे सत्ता न देखाववी. इहां सत्ता देखावी. ते माटि-अशुद्धभेद થયો. ૬-૪ |
હવે પર્યાયાર્થિક નયનો ચોથો ભેદ જણાવે છે- છતિ એટલે કે સત્તા. છતિ શબ્દ કહેતાં સત્તા અર્થ જાણવો. તે સત્તાને પણ પ્રધાનપણે ગ્રહણ કરતો આ નય નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક નય કહેવાય છે. આ પર્યાયાર્થિકનય છે. એટલે ઉત્પાદ-વ્યય તો માને જ છે. એ તો એનું પોતાનું ઘર છે. પરંતુ ક્યારેક તેને ધ્રૌવ્ય પણ માનવું પડે છે. કારણ કે જ્યારે આ પર્યાયાર્થિકનયને પુછવામાં આવે કે તારા માનેલા પર્યાયો શું
છે ? કે તું છે ? ત્યારે ઉત્તરમાં તેને સત્ છે એમ જ કહેવું પડે છે. કારણ