________________
ઢાળ-૬ : ગાથા-૫
૨૫૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કે પર્યાયો છે એમ માનવું અને તે મન છે એમ માનવું. આ વાત બની શકે નહી. એટલે પર્યાયો છે એવી માન્યતા હોવાથી સત્ કહેવા જ પડે. અને સાચી યથાર્થ વાત પણ તે જ છે કે જે પર્યાયોને સર માનવા. હવે જો પર્યાયો સત હોય તો તેમાં સત્ નું જે લક્ષણ છે. તે ઘટવું જોઇએ. “ઉત્પાદ્રવ્યયવ્યયુક્ત સત” આ સત્ નું લક્ષણ છે. કેવળ એકલા ઉત્પાદ–વ્યય હોય અને બ્રોવ્ય ન હોય તો ત્યાં સત્ નું લક્ષણ ઘટતું નથી. પરંતુ ધ્રૌવ્ય પણ સાથે હોય તો જ ત્યાં તે સંત કહેવાય છે. આવી વાતથી પર્યાયાર્થિક નય મુંઝાય છે. અને કેવળ એકલા ઉત્પાદ-વ્યયને જ માનવાનો તેનો આગ્રહ ઢીલો પડી જાય છે. અને પર્યાયો ધ્રૌવ્ય પણ છે. આમ તેને માનવું પડે છે. આ રીતે પર્યાયાર્થિકનય હોવા છતાં ધ્રૌવ્યતાનો પણ જે સ્વીકાર કરવો પડ્યો. તે તેની (સ્વક્ષેત્ર બહાર ગયો હોવાથી) અશુદ્ધતા છે. અને ધ્રૌવ્યને સ્વીકાર્યું હોવાથી નિત્ય કહેવાય છે. તેથી આ નયનું આખું નામ “નિત્ય અશુદ્ધ દ્રવ્યાર્થિકન” કહેવાય છે.' આ નયે પ્રધાનપણે ઉત્પાદ-વ્યય સ્વીકાર્યા હોવાથી દિગંબરામ્નાયમાં આ નયનું નામ અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય છે.
જેમ કે કોઈ પણ એક સમયમાં વર્તતો પર્યાય, પૂર્વપર્યાયની અપેક્ષાએ ઉત્પાદવાળો છે. ઉત્તરપર્યાયની અપેક્ષાએ વ્યયવાળો છે. અને વર્તમાનકાળના વિવક્ષિત સમયની અપેક્ષાએ થ્રવ્યતાવાળો છે. આમ, ત્રિતયાપરૂ = ત્રણે રૂપોથી-ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય લક્ષણોથી રૂંધાયેલ (યુક્ત) છે. આવા પ્રકારનું જે બોલવું માનવું અને સ્વીકારવું તે આ નયનો વિષય છે. પર્યાયનું (પર્યાયાર્થિકનયનું) શુદ્ધ સ્વરૂપ તે છે કે જે સત્તાને ન દેખાડવી (ન માનવી), પરંતુ અહીં સત્તાને દેખાડી (માની) તે માટે પર્યાયાર્થિક નયનો આ ભેદ અશુદ્ધ થયો. || ૭૭ | પર્યાય અરથો નિત્ય શુદ્ધો, રહિત કર્મોપાધિ રે ! જિમ-સિદ્ધના પર્યાય સરિખા, ભવજંતુના નિરુપાધિ રે ||
બહુભાંતિ ફેઈલી જઈન શઈલી / ૬-૫ / ગાથાર્થ– કર્મોપાધિ રહિત નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક પાંચમો ભેદ જાણવો. જેમ કે સંસારી જીવોના પણ નિરૂપાલિકપણે સિદ્ધના જેવા જ પર્યાયો છે. II ૬-૫ / ૧. દિગંબરાસ્નાયમાં આ ભેદનું અનિત્ય અશુદ્ધ દ્રવ્યાર્થિકાય એવું નામ છે.