________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૬ : ગાથા-૪
૨૫૧
છો? વળી સિદ્ધત્વાવસ્થામાં પણ પ્રતિસમયે ઉપયોગાદિ ગુણોને આશ્રયી ઉત્પાદવ્યય છે. તો તે સિદ્ધત્વ પર્યાય પણ અનિત્ય જ થયો ? નિત્ય કેમ સમજાવો છો ?
ઉત્તર– આ ‘સિદ્ધત્વપર્યાય” જે છે, તે “રાજપર્યાયસદૃશ” દ્રવ્યપર્યાય છે. એમ જાણવું. અર્થાત્ જેમ કોઈ વ્યક્તિ ૧૦૦ વર્ષની ઉંમરવાળો છે અને ૪૦ વર્ષની ઉંમરે રાજા બન્યો. અને શેષ ૬૦ વર્ષ સુધી રાજ્ય કર્યું. ત્યાં પાછલા ૬૦ વર્ષના રાજ્યપર્યાયમાં અનેક પ્રકારની રાજ્યની હાનિ-વૃદ્ધિ થવારૂપ પરિવર્તન હોવાથી અનિત્યતા હોવા છતાં પણ તે જીવ્યો ત્યાં સુધી સદાકાળ “રાજા” રહ્યો એમ જેમ કહેવાય છે. તેમ આ પ્રાપ્ત થયેલી સિદ્ધત્વાવસ્થા સદા કાળ રહેવાની છે. માટે ઉપયોગાશ્રયી પરિવર્તનવાળી હોવા
છતાં પણ “સદાકાળ” રહેવાની છે. એ ધર્મને આશ્રયી “રાજપર્યાયસદૃશ” આ સિદ્ધત્વપર્યાય છે. એમ જાણો તથા આત્મા નામના દ્રવ્યનો આ સિદ્ધત્વ પર્યાય રાજાપણાના પર્યાયની જેમ ઉત્પન્ન થવા વાળો છે. અને સદા રહેવાવાળો છે. જેમ મેરૂપર્વતમાં પણ પુદ્ગલોનું પૂરણ-ગલન થવારૂપ પરિવર્તન હોવા છતાં પણ “સંસ્થાન માત્રથી” તે સદા રહેવા વાળો છે માટે તે મેરૂપર્વતપણાનો જે પર્યાય છે. તે પુદ્ગલ દ્રવ્યનો નિત્ય પર્યાય છે. તેવી રીતે આ સિદ્ધત્વપર્યાય પણ જીવદ્રવ્યના રાજયપર્યાયતુલ્ય દ્રવ્યપર્યાય છે. આ બીજો ભેદ થયો.
હવે ત્રીજો ભેદ સમજાવે છે. જ્યાં સત્તાને (ધ્રુવત્વને) ગૌણ કરવામાં આવે અને ઉત્પાદ-વ્યય માત્રને પ્રધાન કરવામાં આવે તે અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય નામનો ત્રીજો ભેદ જાણવો. તેનું ઉદાહરણ હવે પછીની ગાથામાં જણાવે છે. ॥ ૭૬ ॥ જિમ સમયમઇ પર્યાય નાશી, છતિ ગહત નિત્ય અશુદ્ધ રે । એક સમઇ યથા પર્યય, ત્રિતયરૂપઇ રુદ્ધ રે ।।
બહુભાંતિ ફઈલી જઈન શઈલી ॥ ૬-૪ ||
ગાથાર્થ જેમ કે સર્વે પણ પર્યાય સમયે સમયે વિનાશી છે. તથા સત્તાને પણ પ્રધાનપણે ગ્રહણ કરનારો જે નય તે નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક નય જાણવો. જેમ કે સર્વે પર્યાય એક સમયમાં ઉત્પાદાદિ ત્રણે ધર્મોથી યુક્ત છે. ॥ ૬-૪ ||
ટબો- જિમ એક સમય મધ્યે પર્યાય વિનાશી છઈ. ઈમ કહિÛ, ઈહાં નાશ કહતાં ઉત્પાદŪ આવ્યો, પણિ-ધ્રુવતા તે ગૌણ કરી, દેખાડÛ નહીં.