________________
૨૫૦ ઢાળ-૬ : ગાથા-૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સાદિ નિત્ય પર્યાય અરથો, જિમ સિદ્ધનો પક્કાઉ રે | ગહઈ શુદ્ધ અનિત્ય સત્તા, ગૌણ વ્યય ઉપ્પાઉ રે ||
બહુભાંતિ ફઈલી જઈન શૈલી / ૬-૩ / ગાથાર્થ– “સાદિ નિત્ય” નામનો પર્યાયાર્થિકનયનો બીજો ભેદ જાણવો. જેમ “સિદ્ધ પણાનો પર્યાય”, તથા સત્તાની ગૌણતા અને વ્યય-ઉત્પાદની પ્રધાનતાવાળો જે નય, તે અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય જાણવો. | ૬-૩ છે.
બો- સાદિ: નિત્ય શુદ્ધ પર્યાયાર્થિનય બીજે ભેદ. ૨. જિમ સિદ્ધનો પર્યાય, તેહની આદિ છઈ, કર્મક્ષય સર્વ થયો, તિવારઈ-સિદ્ધ પર્યાય ઉપનો, તે વતી, પણિતેહનો અંત નથી. જે માર્ટિ-સિદ્ધભાવ સદાકાલ છઈ. એ રાજપર્યાય સરખો સિદ્ધ દ્રવ્યપર્યાય ભાવવો. સત્તા ગૌણઇં ઉત્પાદ-વ્યયગ્રાહક અનિત્ય શુદ્ધપર્યાયાર્થિક કહિઈ I ૬-૩ |
વિવેચન- પર્યાયાર્થિકનયનો પ્રથમભેદ સમજાવીને હવે બીજો ભેદ કહે છે “જે પર્યાયની આદિ (પ્રારંભ) છે. પરંતુ અંત નથી તે “સાદિ-નિત્ય” પર્યાય કહેવાય છે. તેને પ્રધાનપણે સમજાવનારો જે નય તે “સાદિનિત્ય પર્યાયાર્થિકનય કહેવાય છે.
सादि नित्य शुद्ध पर्यायार्थनय बीजो भेद २, जिम-सिद्धनो पर्याय, तेहनी आदि छइ, कर्मक्षय सर्व थयो, तिवारइ सिद्धपर्याय उपनो, ते वती. पणि-तेहनो अंत नथी. जे माटिं सिद्धभाव सदाकाल छइ. ए राजपर्याय सरखो सिद्ध द्रव्यपर्याय भाववो. सत्ता गौणत्वइं-उत्पादव्ययग्राहक अनित्य शुद्धपर्यायार्थिक कहिइं ॥ ६-३ ॥
સાદિ-નિત્ય” નામનો શુદ્ધપર્યાયાર્થિકનય, આ બીજો ભેદ છે. જેમ કે સિદ્ધ પરમાત્માનો “સિદ્ધત્વપર્યાય” તે સિદ્ધત્વપર્યાયની આદિ (પ્રારંભ) છે. કારણ કે જ્યારે સર્વ કર્મોનો ક્ષય થયો, તે વારે (તે કાળે = ત્યારે) સિદ્ધત્વપર્યાય ઉત્પન્ન થયો (પ્રગટ થયો). તે વતી = તે કારણથી, આ પર્યાય સાદિ થયો. પણ = પરંતુ તે સિદ્ધત્વપર્યાયનો
ક્યારેય પણ અંત આવવાનો નથી. જે મર્દ = કારણ કે, આ સિદ્ધદશા સદાકાળ રહેવાની છે. ફરીથી કર્મબંધ થાય અને સંસારાવસ્થા આવે એવા મિથ્યાત્વાદિ હેતુઓ ત્યાં કદાપિ સંભવતા નથી. માટે નિત્ય છે.
પ્રશ્ન– જે જે પર્યાય હોય છે. તે તે પરિવર્તનશીલ હોવાથી અનિત્ય હોય છે. તેથી આ સિદ્ધત્વપર્યાય પણ પર્યાય હોવાથી અનિત્ય હોવો જોઇએ. નિત્ય કેમ કહો