SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૬ : ગાથા-૧-૨ ૨૪૯ મેરૂપર્વત આદિ પર્યાયો અનાદિ અનંતકાળ રહેનારા પણ હોય છે. પર્યાયાર્થિકનયને તો પર્યાયો સ્વીકારવા” એ સ્વક્ષેત્ર છે. એટલે અનાદિકાળથી જે પર્યાયો છે અને અનંતકાળ જે પર્યાયો રહેવાના છે. તેવા પર્યાયોને પ્રધાનપણે દૃષ્ટિમાં લેનારો જે નય તે “અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય કહેવાય છે. જેમકે મેરૂપર્વત, શાશ્વતી સિદ્ઘશીલા, દેવવિમાનો, રત્નપ્રભા આદિ નારકીઓ, શાશ્વતી પ્રતિમાઓ વિગેરે પુદ્ગલાસ્તિકાયના જે જે આવા શાશ્વત પર્યાયો છે. તે આ નયનો વિષય છે. આ પર્યાયો, પર્યાય હોવા છતાં પણ અનાદિ નિત્ય (અનંત) છે. જો કે તે પર્યાયોમાં પણ પ્રતિસમયે પુદ્ગલ પરમાણુઓની અને સ્કંધોની ફેરબદલી થયા કરે છે. અન્ય અન્ય પુદ્ગલોનું સંક્રમણ (ગમનાગમન) ચાલુ જ છે. એટલે કોઈ પણ પર્યાય મૂલદ્રવ્યની જાતિની જેમ નિત્ય તો નથી. છતાં સંસ્થાન (પોતપોતાનો નિયત આકાર) તેવોને તેવો જ રહે છે. તેથી આ નય આવા પર્યાયોને પ્રતિસમયે પરિવર્તનશીલ હોવા છતાં પણ અનાદિ-નિત્યરૂપે સમજે છે અને સમજાવે છે. તે પર્યાયાર્થિક નયનો પ્રથમભેદ થયો. ॥ ૭૪ || घणई प्रकार जैनशैली फइली छड़, दिगम्बरमत पणि जैनदर्शन नाम धरावी एहवी नयनी अनेक शैली प्रवर्तावइ छइ. तेहमांहि-विचारतां जे साधुं होइ, ते मनमांहि धारिइ, तिहां जे कांइ खोटुं जाणइ, ते चित्तमांहि न धरइ, पणि- शब्दफेरमात्र द्वेष ન વો. અર્થ ન પ્રમાળ છડ઼ || ૬-૨ આ ટબાનો અર્થ લગભગ સમજાવાઈ ગયો છે. નયોની વિચારણાને સમજાવનારી જૈન શૈલી જૈન શાસ્ત્રોમાં ઘણા પ્રકારે ફેલાયેલી છે. અતિશય વિસ્તૃત આ ચર્ચા છે. દિગંબર મત પણ જૈનદર્શન જ છે આમ જૈન નામ ધરાવીને આવા પ્રકારની અનેક પ્રકારની નયોની શૈલી ભંગજાળ રીતિએ પ્રવર્તાવે છે. પોતાના શાસ્ત્રોમાં લખે છે. તેમાં વિચાર કરતાં કરતાં જે કંઈ સાચું હોય ત્યાં અવશ્ય ચિત્ત સ્થિર કરવું. તે વિષયને મનમાં ધારી લેવો. દિગંબરપક્ષ છે એમ મનમાં માનીને દ્વેષ ન કરવો. દ્વેષબુદ્ધિથી સાચી વસ્તુનો ત્યાગ ન કરવો. અને તે નયવિચારણામાં જે કંઈ ખોટું દેખાય, તે વિષય ચિત્તમાં ન ધરવો. તેને અસત્ય છે એમ સમજીને ફેંકી દેવો. પરંતુ પરપક્ષનો આ વિચાર છે એમ માનીને દ્વેષબુદ્ધિથી તે વિષય ત્યજવાનો નથી. તથા જે વિચાર યથાર્થ હોય, વસ્તુસ્વરૂપને યથાર્થપણે પ્રતિપાદન કરતો હોય, જેમાં આત્માનું હિત હોય તો ફક્ત નામનો ફરક હોય, કે શબ્દનો ફરક હોય તો તેટલા શબ્દના ફેર માત્રથી દ્વેષ ન કરવો કારણ કે વાસ્તવિકપણે તો અર્થ જ પ્રમાણ છે. ગંગાનદી કહો કે સુરનદી કહો. પરંતુ અર્થ તો સમાન જ છે. માટે શબ્દમાત્રના તફાવતમાં વિવાદ ન કરવો. ॥ ૭૫ ॥
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy