________________
ઢાળ-૬ : ગાથા-૧-૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ચિત્ર-વિચિત્રપણે વિવિધ પ્રકારની છે. નયોની વિચારણા રૂપ આ વિસ્તાર, શક્તિશાળી આત્માઓએ જાણવા જેવો, મનન કરવા જેવો અને સ્વસ્થતાપૂર્વક સ્થિર કરવા જેવો છે. આ વિષયમાં “અમુક પક્ષ આમ કહે છે તેથી તે ખોટું જ છે” આમ ઉતાવળીયો નિર્ણય કરવા જેવો નથી. દિગંબરો કહે છે માટે ખોટું છે આમ શ્વેતાંબરોએ ન માની લેવું જોઈએ. તેવી જે રીતે શ્વેતાંબરો કહે છે. માટે ખોટું છે આમ દિગંબરોએ ન માની લેવું જોઈએ પરંતુ સ્વસ્થતાપૂર્વક અનાગ્રહભાવે ધીરતાથી નયોના સર્વે ભેદ-પ્રભેદો વિચારવા જોઈએ. તેમ કરતાં જે ભાવો સાચા લાગે તે સ્વીકારવા જોઈએ અને જે ખોટા લાગે તે છોડી દેવા જોઇએ. પરંતુ અન્ય વ્યક્તિ કે અન્ય પક્ષ ઉપરના દ્વેષ માત્રથી કે પોતાના પક્ષના આગ્રહ માત્રથી આ બધું ખોટું જ છે એમ માની લેવું જોઈએ નહીં. નયોની વિવિધ વિચારણા વિદ્વત્તાની વિશદતા વધારે છે.
૨૪૮
पर्यायार्थनय छ भेद जाणवो. तिहां पहिलो अनादि नित्य शुद्ध पर्यायार्थिक कहिई. जिम पुद्गलनो पर्याय मेरुप्रमुख प्रवाहथी अनादि नई नित्य छई. असंख्यातकालइं-अन्यान्यपुद्गलसंक्रमई, पणि संस्थान तेहज छइ. इम रत्नप्रभादिक પૃથ્વી પર્યાય પળિ નાળવા. || -‰ ||
દિગંબરાનાયને અનુસારે શ્રીદેવસેનાચાર્યકૃત નયચક્ર નામના ગ્રંથને આધારે પર્યાયાર્થિકનયના છ ભેદો છે. એમ જાણવું. તે છ ભેદનાં નામો આ પ્રમાણે છે. ૧. અનાદિનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય. ૪. નિત્ય' અશુદ્ધ પર્યાયાર્થિકનય. ૨. સાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય. ૫. કર્મોપાધિરહિત નિત્ય શુદ્ધ પર્યા૦ ૩. અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય. ૬. કર્મોપાધિ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યા૦
આ છ ભેદો પૈકી પ્રથમભેદ “અનાદિ નિત્યશુદ્ધ પર્યાયાર્થિકનય” કહેવો. પર્યાયાર્થિકનયનો મુખ્યવિષય પર્યાયને જાણવા-જણાવવાનો હોય છે. જો તે પર્યાયને મુખ્યપણે જણાવતો હોય તો પોતાના જ ઘરમાં (ક્ષેત્રમર્યાદામાં) હોવાથી તે શુદ્ધ પર્યાયાર્થિકનય કહેવાય છે. પરંતુ પર્યાયો જુદી જુદી જાતિના અનેક પ્રકારના હોય છે. કેટલાક પર્યાયો સમયમાત્ર રહેનારા કે જે શબ્દો દ્વારા અવાચ્ય છે. બાલ્ય, યુવાવૃદ્ધાવસ્થા જેવા કેટલાક પર્યાયો વધુકાળ રહેનારા, અને શબ્દો દ્વારા સમજાવી શકાય તેવા, માનવ આદિ કેટલાક પર્યાયો ઘણો લાંબોકાળ રહેનારા છે. અને બીજા કેટલાક
૧. પર્યાયાર્થિક નયના ચોથા અને પાંચમાં ભેદમાં નયચક્ર ગ્રંથમાં અનિત્ય” શબ્દ છે. ૪ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય, અને ૫ કર્મોપાધિરહિત અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય.