________________
( ઢાળ - છઠ્ઠી )
પડ ભેદ નય પર્યાય અરથો, પહિલો અનાદિક નિત્ય રે ! પુદ્ગલતણા પર્યાય કહિછે, જિમ મેરુગિરિમુખ નિત્ય રે / ૬-૧ // બહુભાંતિ ફઈલી જઈન શઈલી, સાચલું મનિ ધારિ રે ! ખોટડું જે કાંઈ જાણઈ, તિહાં ચિત્ત નિવારિ રે. (બહુ). / ૬-૨ //
ગાથાર્થ- પર્યાયાર્થિક નયના ૬ ભેદો છે. તેમાં પહેલો ભેદ “અનાદિ-નિત્ય” છે. જેમ મેરૂગિરિ વિગેરે કેટલાક પુલાસ્તિકાયના પર્યાયો નિત્ય છે. જૈન શૈલી બહુ પ્રકારે ફેલાયેલી છે. જે સારું લાગે ત્યાં મન સ્થિર કરવું. અને જે કંઈ ખોટું જણાય ત્યાંથી મનને નિવારવું. / ૬-૧,૨ ||
ટબો- પર્યાયાર્થિનય છ ભેદ જાણવો. તિહાં પહિલો અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક કહિઇ. જિમ પુદ્ગલનો પર્યાય મેરુપ્રમુખ. પ્રવાહથી અનાદિ નઇ નિત્ય છઇ. અસંખ્યાતકાલ ઇ-અન્યા પુદ્ગલસંક્રમઇ, પણિ સંસ્થાન તેમજ છઈ. ઈમ રત્નપ્રભાદિક પૃથ્વીપર્યાય પણિ જાણવા.
ઘણાં પ્રકારઇ જૈનશાઇલી ફઇલી છઈ. દિગંબરમત પણિ જૈન દર્શન નામ ધરાવી એહવી નયની અનેક શૈલી પ્રવર્તાવઈ છઈ. તેહમાંહિ વિચારતાં જે સાચું હોઈ, તે મનમાંહિં ધારિઈ. તિહાં-જે કાંઈ ખોટું જાણઈ. તે ચિત્તમાંહિ ન ધરઈ. પણિ શબ્દ ફેર માત્રઈ વેષ ન કરવો. અર્થ જ પ્રમાણ છઈ. | ક-૧,૨ ||
| વિવેચન- આ સંસારમાં જુદી જુદી અપેક્ષાએ અનેક વિચારધારાઓ પ્રવર્તે છે. કહેવત એવી છે કે મુદ્દે મુડે મતિર્મના = પુરુષે પુરુષે જુદી જુદી બુદ્ધિ-દૃષ્ટિ વિચારધારા હોય છે. તે સર્વે વિચારધારાઓ મિથ્યા છે એમ પણ ન કહી શકાય અને તે સર્વે વિચારધારાઓ સાચી જ છે. એમ પણ ન કહી શકાય. કારણ કે વસ્તુના યથાર્થ સ્વરૂપને સમજાવનારી એવી તે વિચારધારા હોય અથવા આત્મહિત કરનારી હોય તો તે વિચાર ધારા સાચી કહેવાય, અન્યથા મિથ્યા કહેવાય. એવી જ રીતે જિનેશ્વર તીર્થકર ભગવંતોએ બતાવેલી જૈન શૈલી એટલે કે અનેક પ્રકારની નયોની વિચારણા