________________
૨૪૬
ઢાળ—પ : ગાથા-૧૯
गेहइ दव्वसहावं, असुद्धसुद्धोवयारपरिचत्तं ।
सो परमभावगाही, णायव्वो सिद्धिकामेण ॥ १९८ ॥
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
આ પ્રમાણે દ્રવ્યસ્વભાવ પ્રકાશ એવા નયચક્ર ગ્રંથમાં દ્રવ્યાર્થિકનયના ૧૦ ભેદ જણાવેલા છે. તેના ઉપર ચર્ચા-વિચારણા આઠમી ઢાળની આઠમી ગાથાથી કરવામાં આવશે. તથા આ પ્રાકૃત ગાથાઓના અર્થો લખવાનું અહીં પ્રયોજનવિશેષ ન હોવાથી અહીં આ ગાથાઓના અર્થો લખતા નથી.
“દસમો જસ અનુસારો રે” આ પંક્તિમાં “જશ” શબ્દ લખીને ગ્રંથકર્તાએ કર્તા તરીકે પોતાનું નામ ગર્ભિત રીતે સૂચવ્યું છે.
પાંચમી ઢાળ સમાપ્ત
←