________________
૨૪૨
ઢાળ-૫ : ગાથા-૧૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સ્વદ્રવ્યાદિ ૪ ને આશ્રયી વિચાર કરનારો જે દ્રવ્યાર્થિકાય છે. તે આ નયનો આઠમો ભેદ કહેલો છે. જેમ કે મરથ = એટલે ઘટ-પટ-જીવ-સુવર્ણ વિગેરે કોઈ પણ પદાર્થ, તેને સ્વદ્રવ્યાદિ ૪ થી વિચારીએ તો તે પદાર્થ છતો જ (સન જ) જણાય છે. અહીં ગ્રંથકારશ્રી “ઘટ” નામના પદાર્થને દૃષ્ટિસામે રાખીને આ વાત વધારે સ્પષ્ટ કરે છે. ધારો કે માટી નામના દ્રવ્યથી બનેલો “ઘટ” નામનો એક પદાર્થ છે. તો શું અહીં માટીનો ઘટ છે ? એમ કોઈ પુછે તો “હા” એમ જ કહેવું પડે, (અને જો તાંબાનો, રૂપાનો કે સોનાનો બનેલો તે ઘટ હોય તો તે તે દ્રવ્ય, તે તે ઘટનું સ્વદ્રવ્ય કહેવાય છે.) અહીં સ્વદ્રવ્યથી મૃત્તિકા લઈએ, એટલે માટીનો બનેલો ઘટ જોઈએ તો તે “છે” અર્થાત્ “નથી એમ નહીં” આ સ્વદ્રવ્યથી સત થયું. એવી જ રીતે ધારો કે તે ઘટ પાટલિપુત્ર નગરમાં બનાવેલો હોય તો તે પાટલિ પુત્ર નામના ક્ષેત્રને આશ્રયી સત્ છે. પરંતુ અન્ય નગરોને આશ્રયી તે ઘટ સત નથી. કોઈને કાન્યકુન્જમાં બનેલો જ ઘટ જોઈતો હોય તો તેવો આ ઘટ નથી. એમ જ કહેવું પડે. પતિપુત્રાદિ માં લખેલા કરિ શબ્દથી આ જ રીતે કાન્યકુબ્ધનો બનેલો ઘટ હોય તો તે ઘટ કાન્યકુબ્ધ નગરજન્યત્વને આશ્રયી કહેવાય છે.
એવી જ રીતે સ્વકાળથી વિવક્ષિત એવો ઘટ કાળને આશ્રયી સત્ છે. તે ઘટ જે ઋતુમાં બનાવ્યો હોય, જેમ કે વસન્ત, ગ્રીષ્મ, શિશિર, વર્ષા આદિ કોઈ પણ એક ઋતુમાં તે બનાવેલો સંભવી શકે છે. તેથી જે ઋતુમાં તે બનાવાયો હોય, તે ઋતુને આશ્રયી આ ઘટ સત્ છે. અન્ય કાળને આશ્રયી સત નથી. જેમ કે વસંત ઋતુમાં બનાવેલો ઘટ હાજર હોય, છતાં કોઈ પૂછે કે વર્ષાઋતુમાં બનાવેલો ઘટ અહીં છે ? તો કહેવું પડે કે ના, તે ઘટ અહી નથી. પરંતુ વસંતઋતુમાં બનાવેલ ઘટ છે. આ રીતે સ્વભાવથી એટલે કે રક્તાદિક ભાવથી તે ઘટાદિક પદાર્થોની સત્તા પ્રમાણસિદ્ધ જણાય જ છે. પકવેલો લાલ ઘટ રક્તભાવે સત્ છે. કૃષ્ણભાવે સત્ નથી. અને કાચો ઘટ હોય તો કૃષ્ણભાવે સત્ છે. પરંતુ રક્તભાવે અસત્ છે. એમ સ્વદ્રવ્યાદિ સ્વરૂપે તે ઘટના જો વિચાર કરવામાં આવે તો સત જણાશે. ઘટની જેમ અન્ય દ્રવ્યોમાં પણ સ્વદ્રવ્યાદિ ચારને આશ્રયી સત પણું સમજવું. આ સ્વદ્રવ્યાદિગ્રાહક આઠમો ભેદ જાણવો. ૭૧ /.
तेमाहि- द्रव्यार्थिकमांहि, परद्रव्यादिग्राहक नवमो भेद कहिओ छइ. जिम अर्थघटादिक, परद्रव्यादिक ४ थी छतो नहीं. परद्रव्य - तंतुप्रमुख, तेहथी घट असत् कहीइं, परक्षेत्र - जे काशीप्रमुख, तेहथी, परकाल-अतीत-अनागतकाल, तेहथी,