________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ—પ : ગાથા-૧૯
परभावथी - कालादिकभावइं विवक्षित विषयई अछता पर्याय, तेहथी, "परद्रव्यादिग्राहको વ્યાથિક'' નવમઃ । । -૮ ॥
૨૪૩
=
આ ટબાનો ભાવાર્થ પૂર્વની ગાથાના વિવેચનમાં આવી જ જાય છે. તો પણ યત્કિંચિત્ સ્પષ્ટ કરીએ છીએ. તેમાં એટલે કે દ્રવ્યાર્થિકનયના દશભેદો પૈકી નવમો ભેદ “પરદ્રવ્યાદિગ્રાહક” નામનો કહેલો છે. જેમ કે અર્થ એટલે ઘટ-પટ-જીવ-સુવર્ણ વિગેરે કોઇ પણ એક પદાર્થ લઈને આ નય સમજવો. ત્યાં ઘટને આશ્રયી જ સમજાવાય છે પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાલ અને પરભાવ આ ૪ થી સર્વે પદાર્થો છતા નથી. અસત્ છે. જેમ કે જે માટીનો ઘટ છે. તેને તંતુ વિગેરે પરદ્રવ્ય કહેવાય. તેવા પરદ્રવ્યને આશ્રયી આ ઘટ નથી. અર્થાત્ અસત્ છે. કોઈ પુછે કે શું અહીં આ ઘટ તંતુઓનો બનેલો છે ? તો કહેવું જ પડે કે ના. તેવો ઘટ અહીં નથી જ. એટલે પરદ્રવ્ય જે તંતુ વિગેરે દ્રવ્યો, તેહથી તે દ્રવ્યોને આશ્રયી ઘટ નથી જ. અસત્ છે એમ કહેવાય છે. એવી જ રીતે જે ઘટ પાટલિપુત્રાદિ નગરમાં બનેલો છે, તે ઘટ કાશી વિગેરે જે પરક્ષેત્ર છે. તેને આશ્રયી અસત્ છે. તથા જે ઘટ વિવક્ષિત કાળમાં (વસંતાદિ કોઈ એક ઋતુમાં) બનેલો છે તે ઘટ શેષ અતીત-અનાગત કાળમાં બનેલો નથી. માટે તેવા કાળને આશ્રયી ઘટ અસત્ છે. તથા પરભાવથી-એટલે કે કાલાદિકભાવને આશ્રયી અહીં કાલ એટલે કાળા રંગવાળા પણાને આશ્રયી પકવેલો રક્ત એવો ઘટ અસત્ છે જે ઘટ પક્વેલો છે. તે ઘટ પક્વવાપણાથી રક્ત બનેલો છે. તે ઘટ કાલ એટલે કાળા રંગવાળા પણે અને આદિ શબ્દથી પીળા-નીલા-ધોળા-ભુખરા-બ્લુ વિગેરે ઈતર રંગો વડે તે ઘટ અસત્ છે. આમ પરદ્રવ્યાદિ ૪ થી તે ઘટનો જો વિચાર કરવામાં આવે તો તે ઘટ અસત્ છે. એમ અવશ્ય જણાય જ છે. તેથી દરેક પદાર્થો સ્વદ્રવ્યાદિથી સત્ છે એમ જાણવું તે આઠમો ભેદ, અને પરદ્રવ્યાદિથી અસત્ છે. એમ જાણવું તે નવમો ભેદ સમજવો. ॥ ૭૨ ||
=
પરમભાવગ્રાહક કહિઓ, દસમો જસ અનુસારો રે । જ્ઞાન સ્વરૂપી આતમા, શાન સર્વમાં સારો રે ।।
જ્ઞાનદૃષ્ટિ જગિ દેખિએ || ૫-૧૯ ॥
ગાથાર્થ આ નયનો પરમભાવાહક નામનો દશમો ભેદ જાણવો. જે નયને અનુસારે આત્મા જ્ઞાનસ્વરૂપી છે. આમ કહેવાય છે. કારણ કે જ્ઞાન સર્વગુણોમાં શ્રેષ્ઠગુણ છે. ॥ ૫-૧૯ ॥